Railway News: અમદાવાદ-મુંબઇ વચ્ચેનો રેલ વ્યવહાર 4 કલાક ખોરવાયો, જાણો વિગત
Surat News: વ્હીલ જામ થયેલા એન્જીન હટાવી અન્ય એન્જીન જોડી રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી.
Surat News: અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ચાર કલાક સુધી ખોરવાયો હતો. બિકાનેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરતના કોસંબા નજીક ખોટકાઈ હતી. એન્જીનના વ્હીલ જામ થઈ જતા ઘટના બની હતી. રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વ્હીલ જામ થયેલા એન્જીન હટાવી અન્ય એન્જીન જોડી રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમે જોયું જ હશે કે કોઈ સ્ટેશન પર ટ્રેન ગમે તેટલી લાંબો સમય ઊભી રહે, તો પણ તેનું એન્જિન બંધ કરવામાં આવતું નથી. આટલું જ નહીં, જો આગળનો પાસ ન મળવાથી અથવા કોઈ ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન બે સ્ટેશનો વચ્ચે ક્યાંક અટકી જાય તો તેનું એન્જિન બંધ કરવામાં આવતું નથી. ઘણા લોકો વિચારતા હશે કે, આવું શા માટે કરવામાં આવે છે. જ્યારે તે દેખીતી રીતે ડીઝલનો પણ વ્યય કરે છે.
સ્ટેશન પર ટ્રેનનું એન્જિન બંધ કરવામાં આવતું નથી, પછી ભલે તે ટ્રેન આખી ખાલી જ કેમ નથી હોતી. જણાવી દઈએ કે, ડીઝલ એન્જિનને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, તેને થોડા સમય માટે બંધ કરવાથી, લોકો પાઇલટ અને મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આના 2 મુખ્ય કારણો છે.
ડીઝલ એન્જિનની તકનીક ખૂબ જટિલ માનવામાં આવે છે. આ ગૂંચવણના કારણે લોકો પાયલટને સ્ટેશન પર એન્જિન ચાલુ રાખવાની ફરજ પડી છે. જ્યારે ટ્રેન કોઈ સ્ટેશન પર ઉભી રહે છે, ત્યારે રેલવે એન્જિન તે સમયે બ્રેકનું દબાણ ગુમાવે છે. જ્યારે ટ્રેન ઉભી રહે છે, ત્યારે વ્હિસલ જેવો અવાજ આવે છે તે દબાણ છોડવાનો સંકેત આપે છે. આ પછી, દબાણ ફરી એકવાર ઉભું થવામાં થોડો સમય લાગે છે. જો એન્જિન બંધ હોય, તો દબાણ બનાવવા માટે વધુ સમય લાગશે. એન્જિનને શટડાઉનથી શરૂ કરવામાં માત્ર 20 મિનિટ લાગે છે. તેથી જ એન્જિન જલ્દી બંધ કરવામાં આવતું નથી. તેનું બીજું કારણ એ છે કે, જો રેલ એન્જિન બંધ થઈ જાય તો લોકોમોટિવ એન્જિન ફેલ થવાનો ભય રહે છે. જણાવી દઈએ કે, ડીઝલ એન્જિનમાં બેટરી ફીટ કરવામાં આવે છે, તેથી જ્યારે એન્જિન ચાલતું હોય ત્યારે જ તે ચાર્જ થશે. જ્યારે તે બંધ હોય, ત્યારે બેટરી ચાર્જ થવાનું બંધ કરે છે. તેથી, વારંવાર એન્જિન શરૂ થવાથી બેટરી પર અસર થાય છે અને એન્જિન અટકી શકે છે. આથી જ, કોઈ પણ ટ્રેનનું એન્જિન સ્ટેશન પર કેમ રોકવામાં આવતું નથી.