શોધખોળ કરો

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Stone pelting at Ganesh mandap in Surat: શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લઘુમતી સમુદાયના એક યુવકે ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.

ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે."

પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પથ્થરમારાને લઈને અપડેટ

એબીપી અસ્મિતાની સુરતના શહેરીજનોને શાંતિ જાળવવાની અપીલ કરે છે.

પોલીસ પણ બંને સમુદાયના લોકોને શાંતિ રાખવા કરી રહી છે અપીલ કરે છે. 

પોલીસની તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. 

સૈયદપુરાની ઘટનાની કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કરી નિંદા.

કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની શાંતિ જાળવવા અપીલ કરી છે. 

શહેરની શાંતિ ડહોળનાર કોઈને સાંખી નહીં લેવાની પોલીસે ખાતરી આપી છે. 

પોલીસની ખાતરી છતા હિંદુ યુવકો પોલીસ મથક છોડવા માટે તૈયાર નથી.

ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. 

પોલીસે કોઈ પણ જવાબદારોને નહીં છોડવા આપી ખાતરી.

શહેરની શાંતિ ડહોળનારાને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ મક્કમ.

સુરત શહેરમાં શાંતિનો માહોલ યથાવત રાખવા પોલીસ મક્કમ.

ગણેશજીની પ્રતિમાને ખંડિત કરવાના પ્રયાસને સાંખી નહીં લેવાયઃ સાંસદ

સાંસદ મુકેશ દલાલની લોકોને શાંતિ જાળવવાની અપીલઃ સાંસદ

ગૃહરાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આપ્યા આદેશ.

ગણેશ ઉત્સવ પર પથ્થરમારો કરનારને નહીં બક્ષવાની ગૃહરાજ્યમંત્રીની ખાતરી.

એક પણ અસામાજિક તત્વને નહીં છોડવાની ગૃહરાજ્યમંત્રીની પોલીસને સૂચના.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સ્પષ્ટ સૂચના.

શાંતિ ડહોળનારા તત્વને નહીં છોડવા સુરત પોલીસ કમિશનરને સૂચના.

ઉત્સવમાં કાંકરિચાળો કરનારા એક પણને ન બક્ષવા આદેશ.

ગૃહરાજ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહની આપ્યા આદેશ.

સવાર સુધીમાં આવી પ્રવૃતિમાં સંડોવાયેલાને પકડી પાડવા સૂચના.

ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પોલીસ કમિશનરને પકડવાના કર્યા આદેશ.

સૈયદપુરાની ઘટના અંગે મે પોલીસ કમિશનર સાથે કરી વાતઃ પૂર્ણેશ મોદી

CPને કડક હાથે કાર્યવાહી કરવા કરી રજૂઆતઃ પૂર્ણેશ મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં
Surat Rain: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 5 ઈંચ ખાબક્યો, વડપાડા-હળદરી માર્ગ ફેરવાયો બેટમાં

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget