Surat: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, 35 વર્ષીય યુવાન મોબાઇલ પર વાત કરતાં-કરતાં ઢળી પડ્યો
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સુરતમાં વધુ એક યુવાન વયના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયુ છે.
Surat Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સુરતમાં વધુ એક યુવાન વયના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયુ છે. શહેરના પાંડેસરા વિસ્તારમા 35 વર્ષીય યુવાનનું ફોન પર વાતો કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયુ છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં વધુ એક હાર્ટ એટેકના મોતની ઘટના ઘટી છે, આજે સવારે પાંડેસરા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવાન ફોન પર વાતો કરતા-કરતા અચાનક ઢળી પડ્યો હતો. મૃતક યુવાન સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. 35 વર્ષીય મૃતકનુ નામ પવન ગંગાવિષ્ણું ઠાકુર હતુ અને તે મૂળ બિહારનો વતની હતો, સુરતમાં હાલ તે પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પવન ખટોદરા સોશ્યો સર્કલ પાસે આવેલ સંતારાવાડી પાસે એક કંપનીમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ગયા સોમવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પવન પોતાના કામ પર હાજર હતો. પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો. જેથી કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો. પવનનું મોત હાર્ટ એટેકથી નિપજ્યું હોવાનું ડૉકટરે સંભાવના વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે ખટોદરા પોલીસ મથકના ASI એસ.એચ ચૌધરી વધુ તપાસ કરી રહ્યાં છે.
નાની વયે હાર્ટ અટેકથી મોતનું ICMRએ રજૂ કર્યુ આ તારણ
હાલ દેશમાં સતત હાર્ટ અટેકના કારણે મોત કેસ વઘી રહ્યાં છે. ખાસ કરીને બહુ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતે સૌ કોઇની ચિંતા વધારી છે. આ મુદે બહુ લાંબા સમયથી ICMRનુ સ્ટડી ચાલી રહ્યું છે. આ મુદે તાજેતરમાં ICMR સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની બેઠક યોજાઇ હતી. જેમાં ICMRએ હાર્ટ અટેકથી બચવાના કેટલાક સૂચનો આપ્યાં છે. જાણીએ આ ભંયકર સ્થિતિથી બચવાના ઉપાય શું છે. હમણા એક ડિટેઇલ સ્ટડી કર્યો છે. જેનું તારણ છે કે, જે લોકોને સિવિયર કોવિડ થયો હોય અને તેની રિકવરીને વધુ સમય ન થયો હોય તેવી સ્થિતિમાં તેમને વધુ પરિશ્રમ ન કરવો જોઇએ. તેમને તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સતત દોડવું, સખત મહેનતવાળા કામથી બચવુ જોઇએ, સખત એક્સસાઇઝ પણ ન કરવું જોઇએ. એક ચોકક્સ સમય માટે એટલે કે એક બે વર્ષ માટે તેને ફિઝિકલ હાર્ડ વર્કથી બચવું જોઇએ. જેથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય.
સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.
અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.