શોધખોળ કરો

Surat : મોબાઇલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્રે કરી નાંખી પિતાની હત્યા, હત્યા પછી પુત્રે શું કર્યું? જાણીને કંપારી છૂટી જશે

પિતાએ મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને 40 વર્ષીય પિતાની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા પછી પુત્ર હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતઃ ગઈ કાલે 16 વર્ષીય સગીરાએ પિતાએ મોબાઇલ લઈ લેતા આપઘાત કરી લીધો હતો, ત્યારે આજે મોબાઇલને કારણે વધુ એકનો ભોગ લેવાયો છે. સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં મોબાઈલ ગેમ (Mobile Game) બાબતે સગીર પુત્રે (Son) પિતાની હત્યા (Father murder )કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા હત્યા કરી નાંખી હતી. 

માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇચ્છાપોર પોલીસે સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પિતાએ મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને 40 વર્ષીય પિતાની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા પછી પુત્ર હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફોરેન્સિક PM કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. મૃતક ગંભીર સ્થિતિમાં નવી સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

ગઈ કાલે શહેરના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં 16 વર્ષીય છોકરીએ આપઘાત કરી લેતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દીકરીના આપઘાત માટે મોબાઇલ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પિતાએ દીકરી પાસેથી મોબાઇલ લેતાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હતું. મૃતકના પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. 

16 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સગીરાનું નામ ખુશ્બૂ ક્રિપાશંકર ઉપાધ્ય છે. ખુશ્બુ ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. પરિવારના સભ્યોને દીકરી લટકતી મળી આવતાં તેને તાત્કાલિક  સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેને મૃત જાહેર કરાઈ હતી. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget