Surat: ન્યૂડ વીડિયો કૉલ ગેન્ગે શિક્ષક પાસેથી પડાવ્યા 53 હજાર, નવ મહિના બની હતી આવી ખતરનાક ઘટના, જાણો
સુરતમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક શિક્ષકને વીડિયો કૉલ દ્વારા છેતરવામાં આવ્યો છે
Surat Crime News: સુરતમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક શિક્ષકને વીડિયો કૉલ દ્વારા છેતરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં નવ મહિના પહેલા થયેલા કાંડમાં હવે મોટો વળાંક આવ્યો છે. સુરતના પુણા વિસ્તારનો બનાવ સામે આવ્યો છે. એક યુવતીએ થોડાક સમય પહેલા એક શિક્ષક સાથે વીડિયો કૉલમાં વાત કરી હતી, જેમાં યુવતી નગ્ન થઇ હતી અને સાથે સાથે શિક્ષક પણ ન્યૂડ થઇ ગયો હતો, આ વીડિયો બાદમાં શિક્ષકને મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે કેટલાક લોકોએ પોલીસના સ્વાંગમાં આવીને શિક્ષક પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. નવ મહિના પહેલા થયેલા ન્યૂડ વીડિયો કાંડમાં યુવતીએ શિક્ષકને આ ન્યૂડ વીડિયો મોકલ્યો હતો, શિક્ષક પાસેથી આ વીડિયોના બદલામાં પૈસાની ઉઘરાણી કરવામાં આવતી. શરૂઆતમાં શિક્ષકે પૈસા આપવાની ના પાડી દીધી હતી. બાદમાં પૈસા આપવા તૈયાર થયો અને ટુકડે ટુકડે 53 હજાર રૂપિયા આ ગેન્ગ શિક્ષક પાસેથી પડાવ્યા હતા. ખાસ વાત છે કે, શિક્ષકને મોકલવામાં આવેલો આ વીડિયો મૉર્ફ કરેલો હતો, હાલમાં શિક્ષકે પુણા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
સુરતના સરથાણાનો રત્ન કલાકાર ડિજિટલ હનીટ્રેમાં ફસાયો, નિર્વસ્ત્ર હાલતમાં સ્ક્રીન રેકોર્ડ કરીને.......
ડાયમંડ નગરી સુરતમાં સરથાણાનો રત્ન કલાકાર ડિજિટલ હનીટ્રેપમાં ફસાયો હતો. નિર્વસ્ત્ર હાલતમાં સ્ક્રીન રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું, ત્યાર બાદ વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી 40 હજારની ખંડણી માંગવામાં આવી હતી. 15 હજાર આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગ કરાઈ હતી. જે બાદ યુવકે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરથાણાના યુવકની સાથે ફેસબુકમાં વાત કર્યા બાદ વ્હોટ્સએપ નંબર મેળવીને ન્યુડ વીડિયો કોલનું રેકોડીંગ કરી વાઇરલ કરવાની ધમકી આપીને 15 હજાર પડાવી લેવાયા હતા. મુળ જામનગરના વતની અને સરથાણામાં રહેતા તેમજ હીરાના કારખાનામાં કામ કરતા યુવક સાથે 7 મહિના પહેલા પૂજા પટેલ નામની યુવતિએ ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી. જે બાદ બંને વચ્ચે નિયમિત ચેટિંગ શરૂ થયું હતું. આ દરમિયાન યુવતિએ ફેસબુક એકાઉન્ટ પરથી યુવકનો નંબર મેળવી લીધો હતો.
યુવતિએ વોટ્સએપ કોલ કરતાં કરતાં યુવકે રિસીવ કર્યો હતો. દરમિયાન કોલ કરનાર યુવતિ નિર્વસ્ત્ર હાવતમાં જોવા મળતા તેણીએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ગણતરીની સેકંડો પૂરતો જ વીડિયો કોલ ચાલુ રહ્યો હતો. જે કોલ કટ કર્યા બાદ યુવતિએ બીભત્સ વીડિયો યુવકને મોકલ્યો હતો. ઉપરાંત વીડિયો વાયરલ કરવાના બહાને બ્લેકમેલ કરી 40 હજારની માંગ કરી હતી. પૈસ નહીં આપો તો વીડિયો યુ-ટ્યુબ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈને યુવકે 15 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે કે વધુ પૈસાની માંગ કરવા સાથે વારંવાર કોલ કરી પરેશાન કરતા હતા. જેથી કંટાળી યુવકે પોલીસને જાણ કરી હતી. સરથાણા પોલીસે અજાણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
થોડા દિવસો પહેલા મહિલાએ નોઈડાની જાણીતી સોસાયટીમાં રહેતી વ્યક્તિના વોટ્સએપ નંબર પર વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ અશ્લીલ વીડિયો બનાવીને સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી. જે બાદ યુવકને ફોન કરીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. તેનાથી પરેશાન થઈને યુવકે નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સેક્ટર-39 પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. તેણે કોલ ઉપાડ્યો તો તે એક મહિલાનો કોલ હતો. તેણે ચીટિંગ કરીને સ્ક્રીન રેકોર્ડરની મદદથી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ તેને બીજા નંબર પરથી કોલ આવ્યો.ફોન કરનારે પોતાની ઓળખ અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેનો વીડિયો વાયરલ કરવામાં આવશે. આ પછી સીબીઆઈ તેની પૂછપરછ કરવા આવશે. આ ઘટના બાદ યુવક ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેણે તરત જ નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આની જાણ કરી.