શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ મનપાના મેયરને લાગ્યો કોરોનાનો ચેપ? રિપોર્ટ પોઝિટવ આવતાં શું કહ્યું? જાણો વિગત
માર્ચ મહીનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતા ઇન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું.
સુરતઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે કોરોનાની ચપેટમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં ભાજપના નેતા અને મેયર જગદીશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. ડો.જગદીશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના લક્ષણો જણાતા તેમમે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ થયા છે. સાંજે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવશે. મેયરના સંપર્ક માં આવનાર લોકોને ટેસ્ટ કરી લેવા વિનંતી કરાઈ છે. આ અંગે ડો. જગદીશ પટેલે જાતે ટ્ટવીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, માર્ચ મહીનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતા ઇન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું.
તેમણે જણાવ્યું છે કે, ગઈ કાલથી થોડી શરદી-ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી કરું છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહીં જોડાઇ શકું તે બદલ માફ કરશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion