શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ યુવતીને બબ્બે યુવક સાથે હતા શારીરિક સંબંધ, બંનેના ઘરે જઈને માણતી શરીર સુખ, બીજા પ્રેમીને પહેલા સંબંધની થઈ જાણ ને....
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણના દિવસે પોલીસને યુવકની લાશ મળી હતી.
સુરતઃ સુરતમાં યુવકને પોતાની પાસે રહેતી યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ યુવક યુવતી સાથે ઘરમાં જ શરીર સુખ માણતો હતો ને રંગરેલિયાં મનાવતો હતો. દરમિયાનમાં યુવતીને જેના ઘરે રસોઈ તથા અન્ય કામ માટે જતી હતી એ યુવક સાથે પણ શારીરિક સંબંધો બંધાયા હતા. આ યુવતી પરીણિત હોવાથી પતિ ઉપરાંત બબ્બે યુવકે સાથે લગ્નેતર શારીરિક સંબંધો રાખતી હતી. યુવતીના યુવક સાથેના શારીરિક સંબંધોની જાણ બીજા પ્રેમીને થતાં તેણે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણના દિવસે પોલીસને યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ હતું તેથી પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવક ગંગાસિહ રમાકાંત હોવાનું બહાર આવ્યું હતું. ગંગાસિંહ સચિન જીઆઈડીસીમાં તળગપુર ગામમાં રહેતો હતો.
પોલસી તપાસમાં બહાર આવ્યું કે, ગંગાસિંહને એક પરીણિત યુવતી સાથે શારીરિક સંબંધ હતા. યુવતી ગંગાસિંહના ઘરે ગૂપચૂપ જતી અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. પોલીસને આ યુવતીના કમલેશ રામપાલ યાદવ સાથે પણ શારીરિક સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી કમલેશના ઘરે રસોઈ કરવા અને અન્ય કામ માટે જતી હતી. પોલીસે કમલેશ ઉત્તરાયણના દિવસે ક્યાં હતો તેની તપાસ કરતાં તે ગંગાસિંહને મળ્યો હોવાની ખબર પડી હતી. પોલીસે તેની અટકાયત કરીને આકર પૂછપરછ કરતાં તેણે મિત્ર બ્રિજમોહન છોટેલાલ ગુપ્તા સાથે મળીને ગંગાસિંહની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion