(Source: Poll of Polls)
Accident: સુરત નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,બે કલાકની જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢ્યો, 3 લોકોના મોત
સુરત નેશનલ હાઇવે 48 પર કામરેજ ના ઉંભેળ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
Accident:સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. રોડ બનાવવાવાના મશીન સાથે જોરદાર રીતે ટ્રેલર અથડાતા ત્રણ લોકોને કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત મોત થયું હતું.તો અન્ય બે કામદાર ગંભીર રીતે ઘવાયા હતા,જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, 2 કલાકની જહેમત બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે રસ્તા પર લાંબા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. રસ્તા પર ઓઇલ ઢોળાયું હોવાથી ફાયર ટીમે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.
તો બીજી તરફ સુરતમાં 7 ઓક્ટોબરે સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયામાં રાત્રે 9 વાગ્યે ત્રીજા માળથી નીચે પટકાતા મહિલાનું કમકમાટી ભર્યુ કરૂણ મોત નિપજ્યું છે. 30 વર્ષીય માયા શિવકરણ કબીર નામની મહિલા લાઇટ જતી રહી હોવાથી ગરમી લાગતા બહારની હવા લેવા માટે બાલ્કનીમાં આવી હતી આ સમયે બેલેન્સ બગડતાં નીચે પડી ગઇ હતી. ઘટનાના પગલે તાબડતોબ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ ડાયમંડ નગરી સુરતમાં હીરા દલાલે ઉધારી પરત નહીં મળતા આપઘાત કર્યો હતો. હીરા દલાલ
હીરા દલાલ સિટીલાઈટ વિસ્તારનો રહેવાસી છે. મહિધરપુરા હીરાબજારમાં આવેલી ઓફિસમાં એસિડ ગટગટાવ્યું હતું.પ્રદીપ ભાટિયાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
વેપારીએ મિત્રોને ફોન કરીને પોતે ઝેર પી લીધું હોવાની જાણ કરતાં મિત્રો દોડીને ઓફિસે આવ્યા હતા અને વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની પ્રદીપ કેવલચંદ ભાટિયા (ઉ.વ. 34) સિટીલાઈટ વિસ્તારમાં સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં પત્ની તેમજ 5 સંતાનો સાથે રહેતા હતા.
પ્રદીપ મહિધરપુરા વિસ્તારમાં આવેલા અમૃતશાંતિ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવીને ત્યાં વેપાર કરતાં હતા. તેને માથે દેવું વધી ગયું હતું અને હાલ બજારમાં મંદીનો માહોલ છે. જેથી તણાવમાં આવી તેણે ઓફિસમાં ઝેર અને એસિડ પીધા બાદ મિત્રોને ફોન કરી જાણ કરી હતી. જે બાદ મિત્રો ઓફિસે દોડી આવ્યા હતા. પ્રદીપને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી