Surat: કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ
સુરતના કેબિલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. યુવકે છલાંગ લાગવતા લોકો એકત્ર થયા હતા. આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી.
સુરત: સુરતના કેબિલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. યુવકે છલાંગ લાગવતા લોકો એકત્ર થયા હતા. આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરનાર વિદ્યાર્થી હોવાની ચર્ચા છે. કેબલ બ્રિજ પર રહેલા વૉચમેન સામે એક વિદ્યાર્થી અચાનક આવી પહોંચ્યો પછી બેગ અને મોબાઈલ આપી દોડવા લાગ્યો. વૉચમેનને શંકા જતા તેણે પણ વિદ્યાર્થીને પકડવા માટે પાછળ દોટ મુકી હતી. પણ તે કઈ કરે એ પહેલા જ વિદ્યાર્થીએ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું...ફાયરના જવાનોએ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્ગારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લાખો રુપિયા લઈ સેટિંગ કરવાનો આરોપ લાગતા યુવરાજસિંહે કર્યો ધડાકો, ...આ લોકો કોઈપણ
હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને ઘમાસાણ મચ્યું છે. ડમીકાંડને લઈને પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લઈ નામ જાહેર ન કરવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે યુવરાજ સિંહે પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. ભૂતકાળમાં અઢી કરોડ રૂપિયાની ઓફર થઈ હતી પણ કોઈની પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો અને કોઈ નામ ન છુપાવ્યા હોવાનો પણ યુવરાજે દાવો કર્યો છે. અધિકારીઓને ડમી વિદ્યાર્થીઓ અને એજન્ટોના નામ આપ્યા હોવાની પણ યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે.
યુવરાજે વધુમાં કહ્યું કે, બિપીન ત્રિવેદી સામાજિક એજન્ટ બનીને આવ્યા હતા. પોતાના સમાજને બચાવવા રાજકીય ષડયંત્રના ભાગરુપે મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદીપ,પીકે સહિતના એજન્ટો સાથે જાણકારી કઢાવવા હું મળ્યો હતો. એજન્ટોએ મને 40 લાખથી લઈ અઢી કરોડ સુધીની ઓફર કરી હતી. લાભ લેવા માટે બિપીનભાઈ મધ્યસ્થી બન્યા હતા. જે મારા પરિવારને ધમકાવી શકે તે લોકો કોઈપણ હદે જઈ શકે છે. આ કિસ્સાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને રાજકીય કદ વધારવામાં જરાય રસ નથી.
બિપિન ત્રિવેદી ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો અને મિત્રતાના ભાવે સંપર્કમાં હોવાની યુવરાજ સિંહે વાત કરી છે. તો પી.કે વિકલાંગ હોવાની માહિતી આપી. સાથે જ પોતાની પાસે તમામ લોકોનો ઓડિયો હોવાનો યુવરાજ સિંહનો દાવો છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યવ્યાપી ડમી કૌભાંડને લઇને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમી કૌભાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.