આજે વર્ષનો સૌથી નાનો દિવસ, જાણો કેમ ફક્ત 10 કલાક 41 મિનિટ જ રહેશે પ્રકાશ
22 ડિસેમ્બર 2022એ વર્ષનો સૌથી નાનો દિવસ છે. માટે જ આ દિવસે ફક્ત 10 કલાક અને 41 મિનિટનીઓ જ પ્રકાશ મળશે. જયારે રાત 13 કલાક અને 19 મિનિટ લાંબી હશે. તો હવેથી શરુ થશે લાંબી રાતોનો સિલસિલો.
આજે વર્ષનો સૌથી નાનો દિવસ, જાણો કેમ ફક્ત 10 કલાક 41 મિનિટ જ રહેશે પ્રકાશ
22 ડિસેમ્બર 2022એ વર્ષનો સૌથી નાનો દિવસ છે. માટે જ આ દિવસે ફક્ત 10 કલાક અને 41 મિનિટનીઓ જ પ્રકાશ મળશે. જયારે રાત 13 કલાક અને 19 મિનિટ લાંબી હશે. તો હવેથી શરુ થશે લાંબી રાતોનો સિલસિલો.
22 ડિસેમ્બર 2022 એટલે આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે. તેની પાછળ પણ એક ખગોળીય ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમ છે શું એ પણ સમજીશુ. પરંતુ પહેલા એ સમજીએ કે આજે આપનો દિવસ 10 કલાક અને 41 મિનીટનો રહેશે, જયારે રાત 13 કલાક અને 19 મિનિટની રહેશે. જોકે રાત અને દિવસનો આ સમયગાળો તમે દુનિયાના ક્યાં સ્થાન પર રહો છો એના પર પણ આધારિત છે.
22 ડિસેમ્બર 2022ના રોજ, સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણ સમયે સૂર્ય મકર રાશિના ઉષ્ણકટિબંધ પર ઊભો હશે. તેના કારણે પૃથ્વીના ઉત્તરી ધ્રુવ પર દુનિયાનો સૌથી નાનો દિવસ અને સૌથી મોટી રાત રહેશે. જો મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતમાં સૂર્યોદયનો સમય સવારે 7:05નો રહેશે. જયારે સુર્યાસ્તનો સમય સાંજે 5:46 વાગ્યાનો રહેશે. તેથી જ આજનો દિવસ ફક્ત 10 કલાક 41 મિનિટ અને રાત 13 કલાક 41મિનિટની હશે.
આ દિવસ સૂર્ય પ્રકાશનો એંગલ 23 ડિગ્રી 26 મિનિટ 17 સેકંડ દક્ષિણની તરફ રહેશે. આવતા વર્ષના 21 માર્ચના રોજ રાત અને દિવસ બંનેનો સમય બરાબર રહેશે. તેને અંગ્રેજીમાં વિન્ટર સોલ્સટિસ કહે છે. સોલ્સટિસ એક લેટિન શબ્દ છે જે સોલ્સિટમથી બનેલ છે. લેટિન શબ્દ સોલ એટલે સૂર્ય જયારે સેસ્ટેયર એટલે ઉભા રહેવું. આ બંને શબ્દો મેળવીને જ સોલ્સટિસ શબ્દ બન્યો છે જેનો અર્થ છે સૂર્યનુ સ્થિર રહેવું. આ જ પ્રાકૃતિક બદલાવના લીધે 22 ડિસેમ્બરે દુનિયાનો સૌથી નાનો દિવસ અને મોટી રાત હોઈ છે.
બીજા ગ્રહોની જેમ જ પૃથ્વી પણ 23.5 ડિગ્રી પર ઝુકેલી હોઈ છે. ઝૂકેલા અક્ષ પર પૃથ્વીના ફરવા પર સૂર્યકિરણો કોઈ જગ્યા પર વધુ અને કોઈ જગ્યા પર ઓછા પડતા હોઈ છે. જણાવી દઈએ કે વિન્ટર સોલ્સટિસના સમયે દક્ષિણ ધ્રુવ પર વધુ સૂર્ય પ્રકાશ પડે છે તો ઉત્તર ધ્રુવ પર સૂર્ય પ્રકાશ ઓછો પડે છે.
આ જ કારણથી આજના દિવસે દક્ષિણ ધ્રુવમાં સૂર્ય પ્રકાશ ઓછો પડે છે. આ જ કારણથી દક્ષિણ ધ્રુવ પર સૂર્ય વધુ સમય માટે રહે છે. જેના કારણે ત્યાં દિવસ લાંબો હોઈ છે. અર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં આજે ગરમીની શરૂઆત થઇ જાઈ છે.