શોધખોળ કરો
Advertisement
Vadodara : ધોળા દિવસે વેપારીને છરીના ઘા મારીને જ્વેલર્સમાં ચલાવી લૂંટ, લોહીલૂહાણ હાલતમાં ખસેડાયા હોસ્પિટલ
ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા કૃપા જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટારા ત્રાટક્યા હતા. તેમજણે વેપારીને છરીના ઘા મારીને લૂંટ ચલાવી હતી.
વડોદરાઃ શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. વેપારીને છરીના ઘા મારીને લૂંટારા સોના-ચાંદીની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે ઘાયલ વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા કૃપા જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટારા ત્રાટક્યા હતા. તેમજણે વેપારીને છરીના ઘા મારીને લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ વેપારીન લોહીલૂહાણ હાલતમાં 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે જાણ થતાં જે.પી. રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે લૂંટની ઘટનાથી વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement