શોધખોળ કરો
ICC અંડર 19 વર્લ્ડકપ માટે એમ્પાયર અને મેચ રેફરીના નામ થયા જાહેર, જાણો ભારતમાંથી કોની થઈ પસંદગી, જુઓ લિસ્ટ
ICCએ દક્ષિણ આફ્રિકામાંથી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ICC અંડર 19 વર્લ્ડકપ માટે બુધવારે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ દક્ષિણ આફ્રિકામાંથી 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ICC અંડર 19 વર્લ્ડકપ માટે બુધવારે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરી હતી. વર્લ્ડકપની પ્રથમ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના વેના નાઇટ અને શ્રીલંકા રવિંદ્ર વિમ્બાલીરિ એમ્પાયર હશે. જ્યારે રાશિદ રિયાઝ વકાર ટીવી એમ્પાયર હશે. ગત વર્લ્ડ કપ બાદ સંન્યાસની જાહેરાત કરનારા ઈંગ્લેન્ડના અનુભવી એમ્પાયર ઈયાન ગાઉલ્ડ પણ એમ્પાયરિંગ કરશ. વર્લ્ડકપ દરમિયાન 12 વિવિધ દેશોના 16 એમ્પાયર્સ પ્રથમ તબક્કાના મેદાન એમ્પાયર્સ રહેશ જ્યારે આઠ ટીવી એમ્પાયરની ભૂમિકામાં હશે. આઈસીસીએ વર્લ્ડકપ માટે ત્રણ મેચ રેફરીની પસંદગી કરી છે. જેમાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટબોલર ગ્રીમ લૈબ્રૂ, દક્ષિણ આફ્રિકાના શેદ વાદવલા અને ઇંગ્લેન્ડના ફિલ વિટિકેસ સામેલ છે. રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર
વધુ વાંચો




















