Israel: ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, 165થી વધુ મિસાઇલો છોડી, IDFએ જાહેર કર્યો વીડિયો
હુમલામાં અનેક વાહનોને આગ લાગી ગઇ હતી. IDFનું કહેવું છે કે અમે અમારા નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું.
હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. તેણે 165થી વધુ મિસાઈલો છોડી છે. આ હુમલામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ હુમલાઓ ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ પણ આ હુમલાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. હુમલામાં અનેક વાહનોને આગ લાગી ગઇ હતી. IDFનું કહેવું છે કે અમે અમારા નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવાનું ચાલુ રાખીશું.
#Northern_Israel_Is_Under_Attack
— Israel Defense Forces (@IDF) November 11, 2024
We will continue to defend our civilians against Hezbollah’s aggression. pic.twitter.com/0fd0Wq6pxa
કારમીલ અને આસપાસના શહેરોમાં પડ્યા રોકેટ
હિઝબુલ્લાહે હાઇફામાં 90થી વધુ મિસાઇલો છોડી છે. 50થી વધુ મિસાઈલથી ગેલિલીને નિશાન બનાવવામાં આવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે. તેમાં એક બાળક પણ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે લેબનોનમાં યુદ્ધવિરામની દિશામાં થોડી પ્રગતિ થઈ છે.
હિઝબુલ્લાહએ હુમલાની જવાબદારી લીધી હતી
ઈઝરાયલની સેનાનું કહેવું છે કે ગેલિલી પર લગભગ 50 રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. કારમીલ ક્ષેત્ર અને આસપાસના શહેરોમાં ઘણા રોકેટ પડ્યા હતા. હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે કારમીલ વસ્તીમાં પેરાટ્રૂપર્સ બ્રિગેડના ટ્રેનિંગ બેઝને નિશાન બનાવવામાં આવ્યું છે.
જો કે, IDFનું કહેવું છે કે લેબનોનથી લોન્ચ કરાયેલ ડ્રોનને મલકિયાના ઉત્તરી કિબુટ્ઝ પર એર ડિફેન્સ સિસ્ટમ મારફતે તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉ, લેબનોનનું અન્ય એક ડ્રોન પશ્ચિમી ગેલિલીના લિમન શહેર નજીકના એક ખુલ્લા ક્ષેત્રમાં ક્રેશ થયું હતું, જેના કારણે આગ લાગી હતી.
આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લાહ દ્વારા શરૂઆતમાં છોડવામાં આવેલી 80 મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલો હવામાં જ નાશ પામી હતી. કેટલીક મિસાઇલો અલગ-અલગ શહેરોમાં પડી હતી. બીજી વખત 10 રોકેટ છોડવામાં આવ્યા. હાઇફાના કિરયાત અતામાં ઘરો અને કારને નુકસાન થયું છે. અહીં ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં 52 વર્ષના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
હાઇફા પરના હુમલા બાદ IDFએ કહ્યું કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલ હિઝબુલ્લાહ રોકેટ લોન્ચરને ડ્રોન હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલા શહેરો અને સમુદાયોને પણ દિવસભર રોકેટ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે IDF લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યું છે.