યૂક્રેનના લોકો જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે દુકાનો બહાર લગાવી રહ્યા છે લાઈન, જૂઓ વીડિયો
બુધવારે મોડી રાત્રે રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો છે. ત્યારે યૂક્રેનના લોકોમાં અફરાતફરી અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની જીવનજરુરિયાની વસ્તુઓ લેવા માટે દુકાનો પર લાઈનો લગાવી રહ્યા છે.
Russia Ukraine Conflict: બુધવારે મોડી રાત્રે રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો છે. ત્યારે યૂક્રેનના લોકોમાં અફરાતફરી અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ રશિયાએ યૂક્રેન સીમાની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યૂક્રેનની રાજધાની કીવમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યૂક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર ઓડેસ્સામાં સંભળાયો હતો.
આ સ્થિતિમાં યૂક્રેનના લોકો પોતાની જીવનજરુરિયાની વસ્તુઓ લેવા માટે દુકાનો પર લાઈનો લગાવી રહ્યા છે. યૂક્રેનની આવી રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો વિવિધ દુકાનો પર ભીડ લગાવી રહ્યા છે અને યુદ્ધ થાય તો જરુરી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. કરીયાણું દવાઓ વગેરે જેવી વસ્તુઓ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. એક વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે, એક મેડિકલ સ્ટોર બહાર મોટી સંખ્યામાં લોકો લાઈન લગાવીને ઉભા છે. લોકોને વિવધ બિમારીઓ માટેની દવાઓ ખરીદવી છે જેથી આવનારા દિવસોમાં જો ઘરમાં જ પુરાઈ રહેવું પડે તો દવાઓનો સ્ટોક ખુટી ના જાય.
યૂક્રેન અને રશિયા આમને-સામનેઃ
યૂક્રેન-રશિયા વચ્ચેની તણાવની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. પુતિને કહ્યું કે યૂક્રેનની સેના હથિયાર હેઠા મુકી દે. આ પછી યૂક્રેનના અલગ અલગ શહેરોમાં ધમાકાની ખબરો આવી રહી છે.
એએફપી અનુસાર, પુતિને યૂક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો કબજો કરવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ જો કોઇ બહારી ખતરો થાય છે તો તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે. આની સાથે જ રશિયાએ યૂક્રેન સાથે લાગેલી સીમાની પાસે લગભગ બે લાખ જવાનોને તૈનાત કરી દીધા છે. વળી, બીજીબાજુ યૂક્રેનની રાજધાની કીવમાં ધમાકાના કેટલાય અવાજો સંભળાઇ રહ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના એરબેઝ એર ડિફેન્સને નષ્ટ કરી દીધું છે. સામે યુક્રેને જવાબી કાર્યવાહીમાં રશિયન ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.