શોધખોળ કરો
IMFએ ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, સમગ્ર વિશ્વ પર થશે અસર
IMFએ ભારતનો આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. આ સંસ્થાએ ઓક્ટોબરમાં વિકાસ દર 6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અંદાજિત આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત વેપાર વ્યવસ્થામાં સુધારા માટે પાયાના મુદ્દાને પણ ઉઠાવ્યો છે. IMFએ ભારતનો આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. આ સંસ્થાએ ઓક્ટોબરમાં વિકાસ દર 6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. IMFએ કહ્યું કે, ભારત અને તેના જેવા અન્ય ઉભરતા દેશોમાં સુસ્તીના કારણે વિશ્વના ગ્રોથનો અંદાજ ઘટાડવો પડ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વ્યાપારિક ડીલથી જલદી દુનિયાની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિમાં સુધારો થશે તેવી પણ આશા IMFએ વ્યક્ત કરી છે.
રિપોર્ટમાં આગામી નાણાકીય વર્ષથી અર્થતંત્ર વેગ પકડશે તેમ પણ જણાવાયું છે. IMFએ કહ્યું કે, 2020 અને 2021માં આર્થિક વૃદ્ધિ દર 5.8 ટકાથી 6.5 ટકા રહી શકે છે. IMFના તાજા અંદાજ મુજબ 2019માં વૈશ્વિક વૃદ્ધિ દર 2.9 ટકા, 2020માં 3.3 ટકા અને 2021માં 3.4 ટકા રહેશે. IMFએ દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન આ અનુમાન વ્યક્ત કર્યું છે. IMFના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના નોન બેંકિંગ ફાયનાન્સ સેકટરમાં મુશ્કેલીના કારણે ઘરેલુ માંગમાં ઘટાડો થયો છે અને ઋણ વધવાના કારણે અર્થતંત્રની ગતિ ધીમી પડી છે. ઓસ્ટ્રેલિયાઃ ભીષણ આગ બાદ હવે આવી નવી મુસીબત, આ કારણે અનેક શહેરોમાં વીજ પૂરવઠો ખોરવાયો, જાણો વિગત તાપીઃ વ્યારામાં સાવકા પિતાએ જ કરી પુત્રની હત્યા, કારણ જાણીને હચમચી જશો NPRને લઈ મમતા બેનર્જીએ રાજ્યોને કરી અપીલ, કહ્યું- પહેલા એક વખત આ કાનૂનને વાંચો અને પછી.......IMF's World Economic Outlook report: India’s growth is estimated at 4.8 percent in 2019, projected to improve to 5.8 percent in 2020 and 6.5 percent in 2021 https://t.co/7s5e4S0tp1
— ANI (@ANI) January 20, 2020
વધુ વાંચો




















