શોધખોળ કરો

Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે

Spacewalk: સ્પેસએક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અબજોપતિ જેરેડ ઈસાકમેન સ્પેસવોક કરતા જોવા મળી રહ્યા છે. સ્પેસએક્સ પોલારિસ ડોન મિશન મંગળવારે લોન્ચ કરવામાં આવ્યું હતું.

SpaceX: અબજોપતિ જેરેડ ઇસાકમેન(Jared Isaacman)એ ગુરુવારે (12 સપ્ટેમ્બર) સ્પેસવોક કરીને ઇતિહાસ રચી દીધો છે. મહત્વની વાત એ છે કે આ સ્પેસવોકમાં નોન-પ્રોફેશનલ અવકાશયાત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પેસવોકની ખાસ વાત એ છે કે છેલ્લા 50 વર્ષમાં આ સૌથી ઉંચાઈ પર કરવામાં આવેલ સ્પેસવોક છે.

ફિનટેક અબજોપતિ જેરેડ ઇસાકમેનની આગેવાની હેઠળ સ્પેસએક્સ પોલારિસ ડોન મિશન(SpaceX Polaris Dawn mission)માં નાગરિક અવકાશયાત્રીઓએ પણ ભાગ લીધો હતો. તેણે લગભગ 1,400 કિલોમીટરની ઊંચાઈ હાંસલ કરી, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે.

તે ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું?

સ્પેસએક્સ પોલારિસ ડોન મિશન મંગળવારે (10 સપ્ટેમ્બર) ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસએક્સના સહયોગથી આઇઝેકમેને પૃથ્વીથી સેંકડો માઇલ ઉપર આ અત્યંત સાહસિક કામને અંજામ આપ્યો હતો. જેનો એક વીડિયો SpaceX દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કરવામાં આવ્યો છે.

આ મુશ્કેલ કામને કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું?

રિપોર્ટ અનુસાર, જેરેડ ઇસાકમેન અને તેમની ટીમે હેચ ખોલતા પહેલા તેમના કેપ્સ્યુલમાં દબાણ ઓછું થાય તે માટે લાંબા સમય સુધી રાહ જોઈ. આ સમય દરમિયાન, ટીમના ચારેય લોકોએ પોતાની જાતને શૂન્યાવકાશથી બચાવવા માટે સ્પેસએક્સના નવા સ્પેસવોકિંગ સૂટ પહેર્યા હતા.

સ્પેસવોક કેટલા સમય સુધી ચાલ્યું?

આ સ્પેસવૉકિંગ ટેસ્ટ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો જેમાં વૉકિંગ કરતાં વધુ સ્ટ્રેચિંગ કરવામાં આવ્યું હતું. યોજના એવી હતી કે જેરેડ આઇઝેકમેન કેપ્સ્યુલમાંથી બહાર આવશે, પરંતુ તેમણે સમગ્ર સમય દરમિયાન તેમના હાથ અથવા પગ કેપ્સુલ સાથે જોડાયેલા રાખવા પડશે. તેના હાથ અને પગ વાળીને, તે એ જોવા માંગતા હતા કે નવો સ્પેસસુટ કેવો છે. મદદ માટે હેચમાં  વોકર જેવી રચનાની પણ સુવિધા હતી.

સ્પેસવોક શું છે?

જ્યારે પણ અવકાશયાત્રી અવકાશમાં અવકાશયાનમાંથી બહાર નીકળે છે, ત્યારે તેને સ્પેસવોક કહેવામાં આવે છે. સ્પેસવોકને EVA એટલે કે એક્સ્ટ્રાવેહિક્યુલર એક્ટિવિટી પણ કહેવામાં આવે છે. જો કે, કેટલીકવાર તે ગંભીર સમસ્યાનું રુપ ધારણ કરી શકે છે, તેથી તે અત્યંત સાવધાની સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો...

હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget