(Source: ECI/ABP News/ABP Majha)
General Knowledge: ના હોય!આ દેશમાં ફક્ત 40 મિનિટની હોય છે રાત, જાણો કેવી રીતે ઊંઘ પૂરી કરે છે લોકો
General Knowledge: અહીં રાત્રે 12:40 વાગ્યે સૂર્ય આથમે છે અને પછી બરાબર 40 મિનિટ પછી સૂર્ય લગભગ 1:30 વાગ્યે ઉગે છે. આ જ કારણ છે કે આ દેશને કંન્ટ્રી ઓફ મિડનાઈટ સન પણ કહેવામાં આવે છે.
General Knowledge: પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જ્યાં એવી અદ્ભુત ઘટનાઓ બને છે જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આવી જ એક જગ્યા નોર્વે છે. પૃથ્વી પર આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં રાત માત્ર 40 મિનિટ જ રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે જ્યારે અહીં રાત માત્ર 40 મિનિટ જ રહે છે, તો પછી આ દેશની જનતા કેવી રીતે પોતાની ઉંઘ પુરી કરશે.
કેવી રીતે બને છે આ ઘટના?
યુરોપ ખંડના ઉત્તરમાં આવેલો દેશ નોર્વે ઘણી બાબતોમાં વિશ્વના અન્ય દેશોથી અલગ છે. આ દેશ ઉત્તર ધ્રુવની ખૂબ નજીક છે, તેથી અહીં ઠંડી સખત હોય છે. આ સિવાય આ દેશમાં અઢી મહિના સુધી રાત માત્ર 40 મિનિટ ચાલે છે.
અહીં રાત્રે 12:40 વાગ્યે સૂર્ય આથમે છે અને પછી બરાબર 40 મિનિટ પછી સૂર્ય લગભગ 1:30 વાગ્યે ઉગે છે. આ જ કારણ છે કે આ દેશને કંન્ટ્રી ઓફ મિડનાઈટ સન પણ કહેવામાં આવે છે. આ ઘટના લગભગ 76 દિવસ સુધી બને છે.
લોકો કેવી રીતે ઊંઘે છે?
દેખીતી વાત છે કે જ્યારે લોકોને દિવસ અને રાત એક સરખા કરવાની આદત પડી જાય છે, ત્યારે 76 દિવસ સુધી માત્ર 40 મિનિટની રાતમાં જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, હવે ત્યાંના લોકોએ તેનો સ્વીકાર કરી લીધો છે. આ 76 દિવસો દરમિયાન નોર્વે પ્રવાસીઓથી ભરેલું છે.
માવા માટે તેમને રૂમને સંપૂર્ણપણે બંધ કરવો પડે છે
આ 76 દિવસો દરમિયાન ખાસ કરીને રાત્રે પ્રવાસીઓ વધુ સક્રિય હોય છે. આ કારણોસર, અહીંના લોકો આ 76 દિવસોમાં સવારે સૂવાનો પ્રયાસ કરે છે અને જ્યારે આ અદ્ભુત ઘટના બને છે ત્યારે રાત્રે પ્રવાસીઓ માટે હાજરી આપે છે. જો કે, ઘરોમાં હાજર બાળકો અને વૃદ્ધોની જીવનશૈલી સામાન્ય દિવસો જેવી જ છે. માત્ર સૂવા માટે તેમને રૂમને સંપૂર્ણપણે બંધ કરવો પડે છે, જેથી રૂમમાં અંધારું થઈ જાય. શરૂઆતના દિવસોમાં સમસ્યા હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ અહીંના લોકોને 40 મિનિટની રાતની આદત પડી જાય છે. જો કે, આ દ્રશ્ય પ્રવાસીઓ માટે ઘણુ કુતુહલ પેદા કરે છે.