ખુરશી પર ખતરો આવતાં ઈમરાન ખાનને ભારત યાદ આવ્યું, હવે ભારતના આ મુદ્દે વખાણ કર્યા
પાકિસ્તાનઃ રાજકીય સંકટ અને પ્રધાનમંત્રીની ખુરશી પર આવેલા ખતરા વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતની ખૂબ પ્રસંશા કરી છે.
પાકિસ્તાનઃ રાજકીય સંકટ અને પ્રધાનમંત્રીની ખુરશી પર આવેલા ખતરા વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતની ખૂબ પ્રસંશા કરી છે. ઈમરાને વિરોધ કરનાર પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું તમને માફ કરી દઈશ, પરત આવી જાઓ. તેમણે કહ્યું કે હું ભારતના વખાણ કરું છું. ભારતે હંમેશાં આઝાદ વિદેશનીતિ રાખી છે. ભારત અમેરિકાનું સહયોગી છે અને ખુદને તટસ્થ કહે છે. પાકિસ્તાનના પીએમે કહ્યું કે, ભારત રશિયાથી તેલ (ક્રુડ ઓઈલ) મંગાવી રહ્યું છે, જો કે પ્રતિબંધ લાગેલા છે. કેમકે ભારતની વિદેશનીતિ લોકોના સારા માટે છે.
ઈમરાને કરી અપિલઃ
ઈમરાન ખાને પોતાના વિરોધીઓને કહ્યું કે, સમગ્ર પાકિસ્તાન સમજશે કે તમે પોતાનું સ્વમાન વેચી દીધું છે. હંમેશા માટે તમારા નામ આગળ સ્વમાન વેચનારનું કલંક લાગી જશે. તમારા માટે બાળકોના લગ્નમાં જવું મુશ્કેલ બની જશે. તેમણે કહ્યું કે લોકો લગ્ન નહી કરે. સ્કૂલમાં તમારા બાળકોને હેરાન કરવામાં આવશે. સ્કૂલમાં બાળકોને ખરુ-ખોટું કહેવાશે. તેમણે કહ્યું કે અમે ચોરોની વિરુદ્ધમાં ઉભા છીએ.
ઈમરાન ખાને એ પણ કહ્યું કે પાકિસ્તાનના લોકો માટે અમે નમાજ અને અજાનમાં ફક્ત એક જ વસ્તુ માંગીએ છીએ. અમારી સામે બે રસ્તાઓ છે. એક તરફ પાકિસ્તાનના મોટા-મોટા ડાકૂ ભેગા થઈ ગયા છે અને બીજી તરફ એ લોકો છે જેમણે 25 વર્ષ સુધી આ ડાકૂઓ સામે જજુમ્યા છે. દેશ પાસે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. ઈમરાન ખાને કહ્યું કે, આ ડાકૂ, ચોરીના પૈસાથી અમારા સાંસદોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે.
ભારતની વિદેશનીતિના વખાણઃ
ઈમરાન ખાને કહ્યું હતું કે હું ભારતના વખાણ કરું છું. ભારતે હંમેશાં આઝાદ વિદેશનીતિ રાખી છે. ભારત અમેરિકાનું સહયોગી છે અને ખુદને તટસ્થ કહે છે. પાકિસ્તાનના પીએમે કહ્યું કે, ભારત રશિયાથી તેલ (ક્રુડ ઓઈલ) મંગાવી રહ્યું છે, જો કે પ્રતિબંધ લાગેલા છે. કેમકે ભારતની વિદેશનીતિ લોકોના સારા માટે છે.