Sri Lanka Crisis: શ્રીલંકામાં ફરી ભડકી હિંસા, પ્રદર્શન બાદ આવાસ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ રાજપક્ષે
Sri Lanka Protest: શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો હજુ શમ્યો નથી. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે.
Sri Lanka Economic Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ રાજપક્ષે તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા.
ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો
કોલંબોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે. આ દરમિયાન, ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં પણ હંગામો થયો છે, જ્યાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ ચાલી રહી છે. પ્રદર્શનકારીઓ પણ અહીં પહોંચી ગયા છે.
Protestors inside the President's House. #SriLanka #SriLankaProtests pic.twitter.com/9yuoNltFev
— Jamila Husain (@Jamz5251) July 9, 2022
Protestors enter Presidential Secretariat. Cheers and applause heard.
— Jamila Husain (@Jamz5251) July 9, 2022
Video - Social Media #SriLanka #SriLankaProtests pic.twitter.com/1rHuxeAVxC
Protestors enter the President's House at Janadhipathi Mawatha in Colombo.#LKA #SriLanka #SriLankaCrisis pic.twitter.com/ol39OcpLm3
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 9, 2022
આ પણ વાંચો.....
Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન
ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ
Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર