Russia Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિ બોલ્યા- આપણે આ યુદ્ધને રોકવાની જરૂર, આપણે શાંતિથી રહી શકીએ છીએ
ક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીએ કહ્યું છે કે આપણે આ યુદ્ધને રોકવાની જરૂર છે. આ સાથે તેણે દાવો કર્યો કે કિવ અને શહેરના મુખ્ય બિંદુઓ હજુ પણ યુક્રેનના કબજા હેઠળ છે.
Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીએ કહ્યું છે કે આપણે આ યુદ્ધને રોકવાની જરૂર છે. આ સાથે તેણે દાવો કર્યો કે કિવ અને શહેરના મુખ્ય બિંદુઓ હજુ પણ યુક્રેનના કબજા હેઠળ છે.
રોઇટર્સ અનુસાર, પ્રમુખ જેલેંસ્કીએ કહ્યું, “અમે કિવ અને શહેરના મુખ્ય બિંદુઓને નિયંત્રિત કરી રહ્યા છીએ. જે લોકો આવીને અમારી મદદ કરવા માગે છે તેમને અમે શસ્ત્રો આપીશું. આપણે આ યુદ્ધને રોકવાની જરૂર છે, આપણે શાંતિથી જીવી શકીએ છીએ.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેન અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વધુને વધુ લોકો તેમના પરિવાર અને નજીકના લોકોનો જીવ બચાવીને ભાગવા માંગે છે. યુક્રેનના લોકો હાલ પોલેન્ડ પલાયન થઈ રહ્યા છે.
રશિયાએ હુમલાઓ વધાર્યા
રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં હુમલાઓ વધારી દીધા છે. કીવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે.
યુક્રેનમાં ભારતીયો માટે જાહેર કરાઈ ગાઈડલાઈન
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહનો પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સ્થળાંતર કામગીરી માટે જતા સમયે ભારત લખવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોન્ફ્લિક્ટ ઝોન માટે આ સૂચનાઓ આપવામાં આવી છે.
યૂક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.
આ ફ્લાઈટ શનિવારે સવારે જ મુંબઈથી બુકારેસ્ટ શહેર પહોંચી હતી. આમાં 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. બીજી એક ફ્લાઇટ દિલ્હીથી હંગેરી માટે રવાના થઇ ચૂકી છે.