નવી દિલ્હી: MG મોટર્સે ઑટો એક્સપો 2020માં અનેક કારો પરથી પડદો ઉઠાવ્યો છે પરંતુ સૌથી રસપ્રદ અને આકર્ષક કાર E200 છે. આ કારને ચીનમાં ‘Baojun’ના નામથી વેચવામાં આવી રહી છે, જે માર્કેટમાં છેલ્લા થોડાક વર્ષથી ઉપલબ્ધ છે.
2/5
ભારતમાં આ કાર લોન્ચ થશે તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ આ કાર એક ઈલેક્ટ્રિક કાર છે.
3/5
E200 કાર 38 bhpના મોટર સાથે આવે છે. આ કારની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. આ રેન્જ અને ફીચર્સને જોતા અન્ય કાર્સને ટક્કર આપશે. જો કે આ કાર માત્ર બે લોકો પૂરતી જ છે. આ કારની ખૂબીઓ ગ્રાહકોને પસંદ આવી શકે છે.
4/5
અંદરની ડિઝાઈન ખૂબજ સિમ્પલ નજર આવે છે, પરંતુ તેમાં સ્ટીયરિંગ પર એક નાની સ્ક્રીન આપવામાં આવી છે. જેનાથી અન્ય ટેકનીકને નિયંત્રણ કરી શકાય છે. ટાટા નેનો-ઓલ્ટોની તુલનામાં આ કાર વધુ સુવિધાઓથી સજ્જ છે. કેટલીક નાની કારોની તુલનામાં E200નું કેબિન સ્પેસ બહેતર છે.
5/5
E200 કારને માઈક્રો કારમાં ગણવામાં આવે છે પરંતુ તે કંઈક અંશે સ્પેસિયસ છે. આગળથી વાઈડ ફેસની જેમ દેખાતી આ કાર કૉમ્પેક્ટ નજર આવે છે. આ કાર સાઈડ અને રિયરમાં બે ડોર સાથે ઘણી યૂનીક નજર આવી રહી છે.