કાકી સંકેતની વાત ટાળતી હતી પરંતુ તેના દિમાગમાં નોકર ફરતો રહેતો હતો. 5 જાન્યુઆરીએ કાકીએ તેને મળવા બોલાવ્યો હતો. આ સમયે નોકર બહાર ગયો હતો, તે જ્યારે પરત ફર્યો ત્યારે બંને વચ્ચે બબાલ થથી હતી. દરમિયાનગીરી કરવા તે વચ્ચે ઉતર્યો. આ દરમિયાન નોકરે ઘરની બહાર ગાય ચરાવી રહેલી મહિલા પાસેથી ધારદાર હથિયાર લીધું અને સંકેતના ગળા પર પ્રહાર કર્યો. જેના કારણે ઘટના સ્થળે જ મોત થયું.
2/4
જે બાદ પુરાવાનો નાશ કરવા તેણે મોટર સાઇકલમાંથી પેટ્રોલ કાઢ્યું અને બોડી સળગાવી દીધી. જે બાદ 7 જાન્યુઆરીએ પોલીસને બોડી મળી અને તેની ઓળખ સ્થાનિક પત્રકાર અનિલ મિશ્રાના દિકરા તરીકે થઈ. ઘટના બાદ મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી પોલીસની શંકા પ્રબળ બની અને સીડીઆરના આધારે તેમનો દબોચી લીધા હતા.
3/4
પોલીસના કહેવા મુબ, સંકેત મિશ્રાના છેલ્લા ચાર-પાંચ વર્ષથી કાકી સાથે આડા સંબંધ હતા. આ દરમિયાન 2017માં સંકેતના લગ્ન થયા હતા. જે બાદ તે કાકીને મળવા જવાનું ટાળતો હતો. આ દરમિયાન તેની કાકીએ નોકર સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. આ વાતની જાણ સંકેતને થતાં બંને વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો હતો.
4/4
રાંચીઃ ઝારખંડના ખૂંટી જિલ્લામાં અનૈતિક સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે વરિષ્ઠ પત્રકારના પુત્ર સંકેત કુમારના હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, મૃતક સંકેતને તેની કાકી સાથે આડા સંબંધ હતા. જોકે કાકીના ઘરના નોકર સાથે પણ આડા સંબંધ હતા.