શોધખોળ કરો
અમિતાભ બચ્ચનનો બંગલો ‘જલસા’ જન્નતથી કમ નથી. અંદરથી દેખાઇ છે આટલો સુંદર, જુઓ Inside તસવીરો

બિગ બીનું પૂજા ઘર
1/6

ભારતીય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેમની અભિનય કલાથી (Bollywood) ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ મુકામ બનાવ્યો છે. આજે તેમના ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. બિગ બી અમિતાભ બચ્ચન (Amitabh bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે કનેક્ટ કરે છે.
2/6

આજે અમે આપને અમિતાભ બચ્ચનના મુંબઇના બંગલા જલસાની કેટલીર અંદરની તસવીર આપની સાથે શેર કરી રહ્યાં છીએ, તેમનો બંગલો જલસા ખરેખર અંદરથી પણ શાનદાર છે.
3/6

બિગ બીનું પહલું ઘર પ્રતીક તેમના ઘર જલસાથી એક કિલોમીટરના અંતરે છે. આ મકાન તેમણે ખરીદ્યું હતું અને આ ઘરનું પણ સ્થાન તેમના દિલમાં વિશેષ છે.
4/6

આ વિશાળ બંગલામાં અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે રહે છે. નિર્દેશક રમેશ સિપ્પીએ અમિતાભને ફિલ્મ સતા પે સતામાં અભિનય બદલ આ બંગલો ભેટ કર્યો હતો.
5/6

જલસાની અંદર આપને ભગવાનની તમામ તસવીરો જોવા મળશે. રિપોર્ટસ મુજબ ઘરના મંદિરમાં સ્થાપિત મૂર્તિને હીરા અને સોનાના ઘરેણા ચઢાવેલા છે.
6/6

અમિતાભના આ બંગલાની કિમંત 100થી 120 કરોડની છે. જલસામાં આપને કાંચના ઝુમ્મર, શાહી વિરાસતથી પ્રેરિત શાનદાર પેન્ટિંગ જોવા મળે છે. જલસાની એક દિવાર બચ્ચન પરિવારના સભ્યોની તસવીરોથી ભરેલી છે.
Published at : 29 Mar 2021 12:20 PM (IST)
આગળ જુઓ
Advertisement