તબ્બુ બોલીવૂડની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી લોકોના દિલ જીતનારી તબ્બૂએ લગ્ન નથી કર્યા. તેનું નામ નાગાર્જુન અને સાજિદ નડિયાદવાલા સાથે જોડાયું હતું, પરંતુ સંબંધો આગળ ન વધ્યા. ત્યારબાદ તબ્બૂએ ક્યારેય લગ્ન નથી કર્યા.
2/5
નરગીસ ફાકરી એક્ટર ઉદય ચોપરા સાથે રિલેશનશિપમાં હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. નરગીસ હજુ પણ તૂટેલા હૃદય સાથે કુંવારી છે.
3/5
પરવીન બાબી 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી. તેમનું નામ મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડેની સાથે જોડાયું હતું. પરંતુ પરવીન બાબીના સંબંધો કોઈની સાથે ન ચાલ્યા. 50 વર્ષની વયે દુનિયા છોડી જનાર પરવીન બાબી પણ હંમેશા તૂટેલા દિલ સાથે હંમેશા કુંવારી રહી.
4/5
સુરૈયા જૂના જમાનાની જાણીતી અભિનેત્રી હતી. તે દેવ આનંદ સાથે ખૂબ જ પ્રેમમાં હતી. સુરૈયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તે માત્ર દેવ આનંદના કારણે બીજા કોઈ સાથે લગ્ન કરી શકી નથી.
5/5
રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રી છે. તેણે 200 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે. રાનીનું નામ તેના કો-એક્ટર રવિ કિશન સાથે જોડાયું હતું. જોકે, બંનેએ ક્યારેય આવી બાબતો પર ધ્યાન આપ્યું નથી. 46 વર્ષની રાની ચેટર્જીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.