શોધખોળ કરો
તારક મહેતા કા.........'ની પીછેહઠ, ફરી ટોપ 5 શોમાં સ્થાન નહીં, જાણો ટીઆરપીમાં ટોપ ફાઈવ શો છે ક્યા ?

1/6

2021ની ચોથી ટીઆરપી યાદી આવી ગઇ છે. ટીઆરપીની યાદીમાં ફાઇવ ટોપ અન્ય નવા શોએ બાજી મારી છે. જો કે જૂના શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને આ સપ્તાહમાં પણ નિરાશા મળી છે. “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” ટોપ ફાઇવમાંથી બહાર થઇ ગયું છે. તો જાણીએ ટોપ ફાઇવમાં કયા શો છે.
2/6

પાંચમાં સ્થાન પર સ્ટાપ પ્લસનો જુનો શો “ યે રિસ્તા ક્યા કહેલાતા હૈ” આ શો 2009માં શરૂ થયો હતો. જો કે સમય સાથે શોના કિરદારમાં ફેરફાર થયા છે. હાલ શિવાંગી જોશી, મોહસિન ખાન મુખ્ય ભૂમિકામાં છે.
3/6

ચોથીના સ્થાન પર ઝી ટીવીનો શો “કુંડલી ભાગ્ય” છે 2017થી શરૂ થયેલા આ શો પણ લોકપ્રિય હોવાની સાથે ચર્ચિત છે. શોમાં શ્રદ્ધા આર્યા, ધીરજ ધૂપર મુખ્ય રોલ પ્લે કરી રહ્યાં છે.
4/6

ત્રીજા સ્થાન પર સ્ટાર પ્લસનો જ શો, “ગૂમ” છે. ગત સપ્તાહમાં પણ તે આ જ પોઝિશન પર હતો. આ શો 2020 ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો. નીલ ભટ્ટ. આઇશા સિંહ, ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
5/6

બીજા સ્થાન પર સ્ટાર પ્લસનો શો “ઇમલી” છે. જે ગત સપ્તાહ બીજા સ્થાને હતો. આ શો 2020 નવેમ્બરમાં શરૂ થયો હતો પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યો છે. શોમાં ગશમીર, મહાજની અને મયૂર દેશમુખ મહત્વની ભૂમિકામાં છે.
6/6

BARCએ ગુરૂવારે 23થી 29 જાન્યુઆરીની ટીઆરપીની યાદી જાહેર કરી. જેમાં શહેરી વિસ્તારમાં સ્ટાર પ્લસનો શો “અનુપમા” ટોપ પર છે. રૂપા ગાંગુલી અને સુધાંશું પાંડેની ભૂમિકાવાળો આ શો છેલ્લા કેટલાક સપ્તાહથી ટીઆરપીની રેસમાં પ્રથમ સ્થાને જોવા મળી રહ્યો છે.
Published at :
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ