કૈટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને દેશભરમાં ચર્ચા છે. તમામની નજર તેઓના લગ્નની અપડેટ્સ પર છે. એવામાં જાણીતી એક્ટ્રેસ સાયંતની ઘોષે પોતાના બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરી લીધા છે.
2/7
સાયંતની ઘોષે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના લગ્નની જાણકારી ફેન્સને આપી હતી. તેણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
3/7
બાદમાં ફેન્સ અને સેલેબ્સે તેને શુભકામનાઓ પાઠવી હતી. આ પોસ્ટ પર અનીતા હસનંદાની, આરતી સિંહ, સારા ખાન, દેબીના બેનર્જી, દીપિકા સિંહ સહિત તમામ કલાકારોએ અભિનંદન આપ્યા હતા.
4/7
સાયંતની ઘોષે પોતાના બોયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે બંગાળી રીતરિવાજ સાથે કોલકત્તામાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંન્ને બંગાળી પારંપરિક કપડામાં જોવા મળ્યા હતા.
5/7
સાયંતનીએ લાલ સાડી પહેરી હતી જ્યારે અનુગ્રહ ક્રિમ કલરના ફ્લોરલ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.
6/7
ટીવીની નાગિન સાયંતની અને અનુગ્રહ તિવારી છેલ્લા આઠ વર્ષથી રિલેશનશીપમાં છે.
7/7
બંન્નેની જોડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.