શોધખોળ કરો
ક્યારેક અરિસા સામે બેસી કલાકો સુધી રડતી હતી નિયા શર્મા, આજે ટીવીની દુનિયા પર કરે છે રાજ
આજે અમે તમને તે ટીવી એક્ટ્રેસની સ્ટોરી જણાવી રહ્યા છીએ જે પોતાના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે બધા તેને તેના શ્યામ રંગના કારણે રિજેક્ટ કરતા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

Nia Sharma Story: આજે અમે તમને તે ટીવી એક્ટ્રેસની સ્ટોરી જણાવી રહ્યા છીએ જે પોતાના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે બધા તેને તેના શ્યામ રંગના કારણે રિજેક્ટ કરતા હતા.
2/9

કહેવાય છે કે જો વ્યક્તિમાં ઝનૂન હોય તો તે પોતાની મંઝિલ સુધી પહોંચતો જ રહે છે. બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. જેની સ્ટાઈલ પર આજે લાખો લોકો ફિદા છે પરંતુ અહી સુધી પહોંચવું નિયા માટે બિલકુલ સરળ નહોતું.
3/9

એક સમય એવો હતો કે જ્યારે અભિનેત્રીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.જ્યારે પણ તે ઓડિશન માટે જતી ત્યારે તેના શ્યામ રંગના કારણે તેને રિજેક્ટ કરવામાં આવતી હતી. અભિનેત્રીએ તેના ઈન્ટરવ્યૂમાં ઘણી વખત આ વાતનો ખુલાસો કર્યો છે.
4/9

અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે જ્યારે પણ તેને રિજેક્ટ કરવામાં આવતી ત્યારે તે ઘરે આવ્યા બાદ કલાકો સુધી અરીસા સામે બેસીને રડતી હતી. નિયાએ ઘણી વખત રિજેક્શનનો સામનો કર્યો પરંતુ ક્યારેય હિંમત હારી નહીં અને પછી તેનું નસીબ ચમક્યું.
5/9

તેની અભિનય કારકિર્દી વર્ષ 2010 માં આશુતોષ રાણા સ્ટારર ટીવી શો 'કાલી' થી શરૂ થઈ હતી. આ પછી તે 'એક હજારોં મેં મેરી બહના હૈ', 'જમાઈ રાજા' અને 'નાગિન' જેવા હિટ ટીવી શોમાં જોવા મળી હતી.
6/9

આ પછી નિયાએ તેની ફિટનેસ પર પણ ઘણું કામ કર્યું. આજે તે ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રી કહેવાય છે.
7/9

આટલું જ નહીં વર્ષ 2016માં તેનું નામ બ્રિટિશ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપરની ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં ત્રીજા સ્થાને હતું. ત્યારબાદ 2017માં ફરી તે આ જ યાદીમાં બીજા નંબરે હતી.
8/9

ટીવીની સાથે સાથે નિયાએ OTT પર પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે .આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તેમની તસવીરો અપલોડ થતાં જ વાયરલ થઈ જાય છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 05 Jul 2023 12:36 PM (IST)
આગળ જુઓ
Advertisement