શું આપને પણ સાડી પહેરવી ગમે છે? પરંતુ આપ સાડીને ક્લાસિ લૂક આપતા બ્લાઉઝની ડિઝાઇન વિશે મૂંઝવણમાં છો, તો આજે અમે તમને કેટલીક ટ્રેન્ડી બ્લાઉઝ સ્લીવની ડિઝાઇન જણાવી રહ્યા છીએ જે તમને ક્લાસી અને એલિગન્ટ લૂક આપશે.
2/8
પફ સ્લીવ્ઝ ફરી એકવાર ફરી ટ્રેન્ડમાં છે. જે એલિગન્ટ લૂક આપે છે. આ બ્લાઉઝને સિમ્પલ સાડીને પણ ક્લાસિ લૂક પણ આપે છે. જો તમે ઇચ્છો તો, તમે સ્લીવ્ઝ પર ડિઝાઇન્સ બનાવી શકો છો જેથી કરીને તે વધુ ટ્રેન્ડી દેખાય. આ પ્રકારનું બ્લાઉઝ પાર્ટીઓ માટે શ્રેષ્ઠ છે.
3/8
પીઝેન્ટ સ્લીવ બ્લાઉઝની ડિઝાઈન એકદમ ટ્રેન્ડમાં છે. જે થોડી પફી છે પરંતુ હાલ સંપૂર્ણ કવર થઇ જાય છે. પીઝેન્ટ સ્લિવમાં મોટાભાગે માત્ર V નેક બ્લાઉઝ પર જ બનાવવામાં આવે છે. જો તમે તમારી સિમ્પલ સાડીને એલિગન્ટ લુક આપવા માંગો છો, તો તમે આ પ્રકારના બ્લાઉઝની ડિઝાઈન કરાવી શકો છો.
4/8
આ બ્લાઉઝની ડિઝાઇનને બેલ્સ સ્લિવ કહે છે. તો બેલ સ્લીવ્સ માટે અલગ રંગનું કાપડ વાપરી શકો છો. તમે બેલ સ્લીવ્સ સાથે પણ પ્રયોગ કરી શકો છો. આમાં લેયરિંગ પણ કરી શકાય છે. તેની સાથે જો તેના પર ભરતકામ કરવામાં આવે તો તે વધુ આકર્ષક લૂક આપશે.
5/8
એલ્બો સ્લિવ સુધીની લંબાઈનું બ્લાઉઝ, જે 90ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતું, તે ફરી એકવાર લોકપ્રિય થઈ રહ્યું છે. આ સરળ બ્લાઉઝ સ્લીવ ડિઝાઇનને કોઈપણ ફેબ્રિકમાં કોઈપણ પ્રકારની સાડી સાથે જોડી શકાય છે અને તે એકદમ ક્લાસી દેખાશે.
6/8
જો તમારે સાદી સાડી સાથે પણ મોર્ડન લુક જોઈતો હોય તો ફર ડિઝાઈનવાળું બ્લાઉઝ બેસ્ટ છે. આજકાલ, આ પ્રકારની સ્લીવ્સ સાથેની ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જો તમે ઇચ્છો તો, તમે તેને સિંગલથી લઈને ડબલ ટ્રિપલ લેયરમાં ફીટ કરાવી શકો છો.
7/8
ફિટ ફુલ સ્લિવ્સ આપના આઉટફિટને રોયલ લૂક આપે છે. ખાસ કરીને જો આપ લહેંગાને ચૂઝ કરો છો તો આ એક સાધારણ બ્લાઉઝ સ્લીવ ડિઝાઇન છે તેમ છતાં પણ ક્લાસી લૂક આપે છે.
8/8
આપ લગ્ન કે પાર્ટીમાં હોટ લૂક ઇચ્છો છો તો બેકલેસ બ્લાઉઝ ડિઝાઇન પણ પ્રીફર કરી શકો છો. હાલ આ ડિઝાઇન ડિમાન્ડમાં છે.