ચહેરાની સ્કિન ડલ થઇ ગઇ હોય તો બ્લીચ તેમાં ફટાફટ ચમક લાવી શકે છે. જો કે બજારમાં મળતાં બ્લીચ ખૂબ જ હાર્મફુલ અને કેમિકલ યુક્ત હોય છે. ઘરમાં આપ ઓર્ગેનિક નેચરલ બ્લીચ બનાવી શકો છો. જેનું રિઝલ્ટ અદભૂત મળશે.
2/5
ચહેરાની સ્કિન ડલ થઇ ગઇ હોય તો બ્લીચ તેમાં ફટાફટ ચમક લાવી શકે છે. જો કે બજારમાં મળતાં બ્લીચ ખૂબ જ હાર્મફુલ અને કેમિકલ યુક્ત હોય છે. ઘરમાં આપ ઓર્ગેનિક નેચરલ બ્લીચ બનાવી શકો છો. જેનું રિઝલ્ટ અદભૂત મળશે.
3/5
ઘરમાં જ મોજૂદ કેટલીક વસ્તુઓથી આપ તૈયાર કરી શકે છો બ્લીચ, તેનાથી આપના ચહેરાને ઇન્સ્ટન્ટ નિખાર મળશે. ઘરમાં જ બ્લીચ બનાવવાની ઇચ્છા હોય તો તેના માટે ઘરમાં પપૈયું, દૂધ,બટાટા, બીટ, અનેલીંબુ હોવું જરૂરી છે. આ પાંચ વસ્તુથી આપ ઘર પર નેચરલ બ્લીચ બનાવી શકો છો. હવે તેને બનાવવાની રીત સમજી લઇએ.
4/5
બ્લીચ બનાવવાની રીત-સૌ પ્રથમ પપૈયાના ટૂકડાને ક્રશ કરીને દૂધ સાથે મિક્સ કરી દો. ત્યારબાદ બીટ અને બટાટાના ટૂકડાને સાથે પીસી લો. હવે તેમાં પપૈયા દુધનું મિશ્રણ મિક્સ કરી દો. તેમાં લીંબુનો રસ ઉમેરો, આ બધી જ સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને એ જગ્યાએ લગાવો જ્યાં તમને બ્લીચ કરવા ઇચ્છો છો. આ મિશ્રણને એક સમાન પાતળા લેયરમાં જ લગાવો. પંદર મિનિટ બાદ ફેસ વોશ કરી લો.આ પેસ્ટને વધુ સમય સ્કિન પર રહેવા દેવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે. જેથી માત્ર 15 મિનિટ જ તેને સ્કિન પર રહેવા દો અને બાદ વોશ કરી લો.
5/5
આ પેસ્ટને ક્લિન કરવા માટે કોટનનો ઉપયોગ કરો, આ સાથે ઠંડા પાણી સાથે સારી રીતે સ્કિનને વોશ કરી લો.ત્યારબાદ લાઇટ મોશ્ચરઇઝ ક્રિમ લગાવો.