શોધખોળ કરો
Fit With Workout: બૉલીવુડની હસીનાઓ પોતાના ફિટ રાખવા કરે છે આ પાંચ કસરતો, તમે પણ કરી જુઓ ટ્રાય.....
અમે તમને એવા પાંચ વર્કઆઉટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી બી-ટાઉનની દિવા પોતાનું વેઇટ લૉસ કરીને ટૉન્ડ બૉડી ફિગર બનાવી રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/7

Weight Loss Exercise: બૉલીવુડ અભિનેત્રીઓની ફિટનેસનો કોઇ જવાબ નથી મલાઈકા અરોરાથી લઈને શિલ્પા શેટ્ટી સુધી તમામ હીરોઇનો આજકાલ પોતાની ફિટનેસને લઇને ખુબ ચર્ચામાં છે. દરેક પોતાના ટૉન ફિગર અને શેપ માટે હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીઓ તેમની ફિટનેસ રૂટિન પણ તેમના ફેન્સ સાથે સોશ્યલ મીડિયા દ્વારા શેર કરે છે. આવામાં અમે તમને એવા પાંચ વર્કઆઉટ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી બી-ટાઉનની દિવા પોતાનું વેઇટ લૉસ કરીને ટૉન્ડ બૉડી ફિગર બનાવી રહી છે. જાણો આ તમામ એક્સરસાઇઝ વિશે......
2/7

યોગ - શિલ્પા શેટ્ટીથી લઈને મલાઈકા અરોરા સુધી ફિટ રહેવા માટે પોતાની દિનચર્યામાં ચોક્કસપણે યોગ કરે છે. યોગા મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીની ફેવરિટ એક્સરસાઇઝ છે. ફિટ રહેવા માટે શિલ્પા ત્રિકોણાસન કરે છે. જ્યારે મલાઈકા સૂર્ય નમસ્કાર, અષ્ટાંગ વિન્યાસ યોગ કરે છે. અભિનેત્રીઓના કહેવા પ્રમાણે, ફિટ રહેવા માટે તમારે કલાકો સુધી યોગ કરવાની જરૂર નથી. જો તમે માત્ર 10 મિનિટ માટે પણ યોગ કરો છો તો તમે પરિણામ મેળવી શકો છો.
3/7

પાઇલેટ્સ - બૉલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, જ્હાન્વી કપૂર, આલિયા ભટ્ટ સહિત કેટલીય બૉલીવુડ સેલિબ્રિટીઓ છે, જે પરફેક્ટ શેપ અને ટૉન બૉડી માટે પાઇલેટ્સ કરે છે. આ એક એવી કસરત છે જે શરીરમાં લવચીકતા વધારે છે. આ કસરત દ્વારા તમે સરળતાથી ચરબી ઓછી કરી શકો છો.
4/7

બૉક્સિંગ - કિયારા અડવાણીથી લઈને રકુલ પ્રીત સિંહ સુધીની હીરોઇનો પોતાને ચરબી મુક્ત રાખવા અને શરીરને મજબૂત બનાવવા માટે બૉક્સિંગ કરે છે. બૉક્સિંગ એ અભિનેત્રીઓની ફિટનેસનું રહસ્ય છે, બોક્સિંગ દરમિયાન તમારું આખું શરીર સખત મહેનત કરે છે. જેના કારણે કેલરી બર્ન થવાની સાથે મસલ્સ પણ મજબૂત થાય છે અને બૉડી ટૉન થવા લાગે છે.
5/7

વેઈટલિફ્ટિંગ - અનુષ્કા શર્મા વિશે વાત કરીએ તો તેની ફિટનેસ અને ટૉન ફિગરનું રહસ્ય વેઈટ ટ્રેનિંગ અથવા વેઈટલિફ્ટિંગ છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણાબધા ફાયદા થાય છે. તે શરીરમાં સંચિત ચરબી ઘટાડવા અને સ્નાયુઓ બનાવવા માટે સારી રીતે કામ કરે છે. આ હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
6/7

સ્વિમિંગ - સોનમ કપૂર, સોનાક્ષી સિન્હાથી લઈને દીપિકા પાદુકોણ તેમના રાઉટિંગમાં સ્વિમિંગનો ચોક્કસપણે સમાવેશ કરે છે. આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરે છે એવુ નથી પરંતુ શક્તિમાં પણ વધારો કરે છે. તરવાથી શરીર અને મન બંને તાજા રહે છે.
7/7

Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.
Published at : 18 May 2023 03:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
