Weight loss tips: હેલ્થ એક્સપર્ટના મતે માત્ર ડાયટ અને એક્સરસાઇઝથી વજન કંટ્રોલ નહીં થાય. દિનચર્યાની કેટલીક અન્ય અવ્યવસ્થિત આદતો તમારી બધી મહેનતને બગાડી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કે તમારી કઈ આદતો વજનને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બનાવી શકે છે?
2/5
ટીવી જોત-જોતા જમવું:શું આપને જમતા-જમતા મોબાઈલ-ટીવીને જોવાની આદત છે તો નિષ્ણાતો આ આદતને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાવે છે. કુદરતી રીતે જમતી વખતે સ્ક્રીન પર જોવાથી ભૂખ કરતાવધું જમી લેવાઇ છે. જે વજન ઘટાડવાના પ્રયત્નોને અવરોધે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખવાની આદત અપનાવવી જોઇએ.
3/5
ખૂબ જ ચાવીને ખાવું:આપે ઘણીવાર સાંભળ્યું હશે કે, ખોરાકને ખૂબ જ લાંબા સમય સુધી ચાવવો જોઈએ. આ આદત વજનને નિયંત્રણમાં રાખવામાં પણ અસર કરે છે. જો તમે પણ ખોરાકને બરાબર ચાવ્યા વિના ઉતાવળમાં ખાઓ છો, તો તમારી આ આદત આપની વજનને નિયંત્રિત કરવાના તમામ પ્રયત્નોને બગાડી શકે છે. ધીરે ધીરે ચાવીને ખાવાથી પાચન સારૂ થાય છે. અને વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે.
4/5
કેટલીક વખત લોકો આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે ઠાંસી-ઠાંસીને જમે છે. આ ડાયટિંગની ખોટી રીત છે. એક સમયે ભરપેટ ન ખાતા 2થી 3 કલાકના અંતરે નાના-નાના મીલને ડાયટમાં વહેંચી દેવું જોઇએ. તેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.
5/5
વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પિઝા-બ્રેડ જેવી વસ્તુઓને બિલકુલ ટાળવી જોઈએ. ખાસ કરીને સફેદ બ્રેડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્હાઈટ બ્રેડ ખાવાની આદતથી શરીરમાં કેલરી વધે છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. સફેદ બ્રેડ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે. આ વસ્તુઓને થોડા સમય માટે આહારમાંથી સંપૂર્ણપણે દૂર રાખો.