ફ્રિજ અથવા રેફ્રિજરેટર ઉનાળા દરમિયાન આપણા રસોડામાં મુખ્ય સાધન છે. ઉનાળામાં, શાકભાજીને તાજા રાખવાની જરૂર હોય કે પછી કોઈ ખાદ્યપદાર્થો સ્ટોર કરવાની જરૂર હોય, તો સૌથી પહેલા મનમાં જે આવે છે તે છે ફ્રિજ. રેફ્રિજરેટર વગર ઘરમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી બગડવા લાગે છે. આવી સ્થિતિમાં જો અચાનક ફ્રીજ જ બગડી જાય તો શું કરવું? એટલા માટે તમારે જૂના ફ્રિજમાં કેટલાક સંકેતથી સમજી જવું જોઇએ કે ફ્રિજ બદલવાની જરૂર છે.
2/7
જો આપના ઘરમાં 1 સ્ટાર અથવા 2 સ્ટાર ફ્રિજ છે, તો તેને તરત જ બદલી નાખો. આજકાલ માર્કેટમાં 5 સ્ટાર ફ્રિજ આવી રહ્યા છે, જેથી તે તમારા ઘરમાં વીજળીના વપરાશ ઘટાડશે.
3/7
જો આપના ફ્રિજમાંથી સતત મોટર ચાલવાનો અવાજ આવે છે, તો સમજી લો કે આ સ્થિતિમાં તમારે તરત જ ફ્રિજ બદલવાની જરૂર છે.
4/7
જો આપના ફ્રિજમાં જરૂર કરતા વધારે બરફ રહ્યો છે, તો આ સ્થિતિમાં પણ તમારે ફ્રિજ બદલવાની જરૂર છે.
5/7
જો ફ્રીજમાં રાખેલો ખોરાક એક્સપાયર થયા વગર બગડી રહ્યો છે તો આ સ્થિતિમાં સમજી લો કે તમારે નવું ફ્રીજ ખરીદવાનો સમય આવી ગયો છે.
6/7
જો ફ્રિજમાંથી ઘણું પાણી લીક થઈ રહ્યું છે, તો આ સ્થિતિમાં પણ જૂના ફ્રીજને તરત જ બદલી નાખો.
7/7
જો ફ્રિજને સ્પર્શ કર્યા પછી ફ્રિજ ખૂબ ગરમ થઈ રહ્યું છે, તો આ સ્થિતિમાં પણ તમારે ફ્રિજ બદલવાની જરૂર છે.