શોધખોળ કરો
Personal Loan Tips: આ પાંચ બેન્ક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લૉન, અહીં જાણો ડિટેલ્સ
Personal Loan Tips: જો તમને અચાનક પૈસાની જરૂર પડી ગઇ છે, અને તમારી પાસે ગેરંટી તરીકે મુકવા માટે કોઇ પ્રૉપર્ટી નથી, તો પર્સનલ લૉન તમારા માટે એક શાનદાર ઓપ્શન છે.

ફાઇલ તસવીર
1/7

Personal Loan Tips: જો તમને અચાનક પૈસાની જરૂર પડી ગઇ છે, અને તમારી પાસે ગેરંટી તરીકે મુકવા માટે કોઇ પ્રૉપર્ટી નથી, તો પર્સનલ લૉન તમારા માટે એક શાનદાર ઓપ્શન છે.
2/7

Personal Loan Rate of Interest: પર્સનલ લૉન એક એવી લૉન છે, જેને તમે વિના કોઇ કૉલેટરલ ગેરંટીથી પણ પ્રાપ્ત કરી શકો છો. જો તમારા બાળકોના લગ્ન, બિમારી વગેરેમાં ખર્ચ માટે અચાનકથી 5 લાખ રૂપિયાની જરૂર પડી ગઇ છે, તો દેશમાં આ પાંચ બેન્કો છે જે એકદમ સસ્તાં દર પર પર્સનલ લૉન ઓફર કરી રહી છે. જાણો આ બેન્કો વિશે........
3/7

પંજાબ નેશનલ બેન્ક - પંજાબ નેશનલ બેન્ક સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક છે, આ બેન્ક પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન માત્ર 9.8 ટકાના વ્યાજ દર પર ઓફર કરી રહી છે.
4/7

બેન્ક ઓફ મહારાષ્ટ્ર - આ બેન્ક પણ પોતાના ગ્રાહકોને એકદમ સસ્તા વ્યાજદરે પર્સનલ લૉન ઓફર કરી રહી છે, જો તમે 5 લાખની પર્સનલ લૉન 5 વર્ષ માટે લો છો, તો તમને બેન્ક 8.9 ટકાના વ્યાજદર પર લૉન ઓફર કરી રહી છે.
5/7

યશ બેન્ક - પોતાના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લૉન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોને દર મહિને 10,624 ટકાની ઇએમઆઇ આપવી પડશે.
6/7

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા - એસબીઆઇ પોતાના ગ્રાહકોને 5 લાખ રૂપિયાની પર્સનલ લૉન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવામા ગ્રાહકોને દર મહિને 10,759 તરીકે ઇએમઆઇ ચૂકવવી પડી શકે છે.
7/7

બેન્ક ઓફ બરોડા - આ બેન્ક પણ 5 રૂપિયાની પર્સનલ લૉન પર ગ્રાહકોને 10.2 ટકાના હિસાબથી વ્યાજ દર 5 વર્ષ માટે ઓફર કરી રહી છે.
Published at : 17 Nov 2022 11:06 AM (IST)
આગળ જુઓ
Advertisement