શોધખોળ કરો
બનાસકાંઠાઃ નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન, જુઓ કાર્યક્રમના ફોટો

નડાબેટ
1/7

નડાબેટઃ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન કાર્યક્રમ માટે વિવધ પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.
2/7

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ગુજરાતનું આ પહેલું બોર્ડર પોઈન્ટ છે જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.
3/7

નડાબેટમાં માત્ર BSFના જવાનો જ પ્રદર્શન કરશે, જેમાં પાકિસ્તાન આર્મી ભાગ નહીં લે. નડાબેટનો પોઈન્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી 20થી 25 કિલોમીટર પહેલા જ બનેલો છે.
4/7

નડાબેટ ખાતે આવેલી બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની વાર્તાઓ આપણી સામે દૃષ્ટિબિંદુમાં રજૂ કરાશે. સાથે જ આનાથી ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.
5/7

ગૃહમંત્રી અમિક શાહે સંબોધન કરતા કહ્યું કે, માં ભારતીના સેવક એવા BSFના જવાનોને હું વંદન કરું છું. નડાબેટમાં મોદીજીની સીમા દર્શન પ્રોજેકટની પરિકલ્પના આજે પૂર્ણ થઈ છે. હવે નડાબેટમાં પર્યટનનો વિકાસ થશે અને સાથે રોજગારીની તકો ઉભી થશે. 10 વર્ષ પછી બનાસકાંઠાના 5 લાખ લોકોને રોજગારી મળી રહેશે.
6/7

નડાબેટ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવે છે. આ વિસ્તાર ખારા રણપ્રદેશ તરીકે જાણીતો છે. સાથે જ નડાબેટમાં નડેશ્વરી માતાજીનું પ્રખ્યાત મંદિર પણ આવેલું છે. નડેશ્વરી માતાજીના આ મંદિરનો ઈતિહાસ રા'નવઘણ સાથે પણ જોડાયેલો છે.
7/7

નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
Published at : 10 Apr 2022 03:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
