શોધખોળ કરો
આગામી ત્રણ કલાકમાં 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 11 જિલ્લામાં 'રેડ’ અને 18 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
Gujarat weather: આગામી કલાકોમાં વડોદરા, અમદાવાદ, કચ્છ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા; હવામાન વિભાગની ચેતવણી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
1/5

સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળા માટે કુલ 11 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર છે.
2/5

'રેડ એલર્ટ' હેઠળના જિલ્લાઓ: જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' અપાયું છે તેમાં વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને ભાવનગર નો સમાવેશ થાય છે. આ વિસ્તારોના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.
Published at : 28 Jun 2025 04:59 PM (IST)
આગળ જુઓ





















