બનાસકાંઠાના કાંકરેજના આકોલી ગામમાં નિર્માણ પામેલ માતૃ-પિતૃ મંદિરના એક વર્ષ પુણ થતા સાલગીરી યોજાઇ હતી. વિશ્વમાં પ્રથમ બનાવેલ માતૃ-પિતૃ મંદિર યુવાવર્ગમાં માતા પિતા પ્રત્યે પ્રેમ લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશથી મંદિર બનાવાયું છે.
2/5
સામાન્ય રીતે તો તમે દેવી દેવતાના મંદિર જોયા હશે પરંતુ એક અધિકારી દ્વારા માતા પિતાની યાદમાં માતૃ-પિતૃ મંદિર બંધાવવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન પોતાના પિતાનું અવસાન થતાં અધિકારીએ એમની યાદમાં મંદિર બધાવ્યું.
3/5
માતા-પિતાની યાદમાં બાંધવામાં આવેલા મંદિરમાં માતૃ પિતૃ મંદિરની પ્રથમ સાલગીરીના નિમેતે પાલનપુરના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને બોલાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
4/5
આકોલી ગામ તથા આજુબાજુના ગામ લોકોએ પણ વિશ્વના પ્રથમ માતૃ પિતૃ મંદિરના દર્શન કર્યા હતા. અનેક માતા-પિતાઓને જિંદગીના છેલ્લા દિવસોમાં તરછોડી દેવા આવતા હોય છે અને માં બાપને વૃદ્ધાશ્રમ નો સહારો લેવા મજબૂર બનવું પડે છે. ત્યારે લોકોમાં માં બાપ પ્રત્યે લગાવ બની રહે અને વૃદ્ધાશ્રમની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશેયથી બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના સુદીપકુમાર વાલાણી નામના તાલુકા વિકાસ અધિકારીએ પોતાના પિતાની યાદમાં મંદિર બંધાવ્યું છે.
5/5
અનેક લોકો આ મંદિર જોઈને પ્રભાવિત થયા છે 21 મી સદીમાં જીવતો માણસ મા બાપ પ્રત્યે રુચિ અને ઘડપણની લાકડી દીકરો બની રહે તેવા પ્રયાસો આ મંદિર થકી કરવામાં આવશે.