શોધખોળ કરો
લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા આ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Paresh Goswami Rain Forecast: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Heavy Rain Forecast: જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
1/5

ગોસ્વામી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત નજીક પહોંચ્યું છે. આ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
2/5

આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
3/5

આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4/5

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/5

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામશે એવું લાગે છે. ગોસ્વામીના મતે, સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં 5થી 8 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. અહીં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 25 Aug 2024 05:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
