શોધખોળ કરો
Gujarat Heatwave: આગામી બે દિવસ કચ્છમાં રેડ એલર્ટ, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Heatwave: આગામી બે દિવસ કચ્છમાં રેડ એલર્ટ, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ કાળઝાળ ગરમી અને હીટવેવને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
2/6

આજે મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
3/6

ગુજરાતમાં 7 એપ્રિલે કચ્છમાં ફરી એક વખત રેડ એલર્ટ અપાયું છે. કચ્છમાં બે દિવસ સુધી આકરી ગરમી પડશે. મોરબી, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે.
4/6

રાજ્યમાં 8 એપ્રિલના દિવસે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે.
5/6

રાજ્યમાં 9 એપ્રિલના દિવસે કચ્છ ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.
6/6

10 એપ્રિલ પણ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Published at : 06 Apr 2025 02:19 PM (IST)
આગળ જુઓ
Advertisement