શોધખોળ કરો
Chimer WaterFall Photos: 300 ફૂટની ઉંચાઇથી નીચે પડતા તાપીના ચીમર ધોધનો અદભૂત નજારો, જુઓ.....
તાપીમાં પડેલા વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવત કરી દીધા છે

તસવીર
1/6

Tapi Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે માજા મુકી છે, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે આખા ગુજરાતને ઘમરોળ્યુ છે, આ બધાની વચ્ચે ક્યાંક તબાહી તો ક્યાંક કુદરતી સૌંદર્યના દ્રશ્યો સામે આવ્યા છે.
2/6

આજે તાપીમાં પડેલા વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવત કરી દીધા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ચારેય બાજુ વરસાદ પડી રહ્યો છે, આ કારણે ચિમેર ધોધ સક્રિય થયો છે.
3/6

જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિયા થઇ ગયો છે.
4/6

સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચીમર ધોધ સક્રિય થતા કુદરતીની સોંદર્યતા ખીલી ઉઠી છે.
5/6

ચીમર ધોધ ગાઢ જંગલોમાંથી અંદાજે 300 ફૂટની ઊંચાઈએ નીચે પડી રહ્યો છે. સહેલાણીઓ આ ધોધને જોવા માટે ધીમે ધીમે વધી રહ્યાં છે.
6/6

ખાસ વાત છે કે, ચીમર ધોધ પહાડોની વચ્ચે 300 ફૂટની ઉંચાઇએથી જમીન પર પડી રહ્યો છે, ધોધના અદભૂત દ્રશ્યો સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
Published at : 01 Jul 2023 02:52 PM (IST)
આગળ જુઓ
Advertisement