શોધખોળ કરો
Rain Alert: આગામી બે દિવસ સુધી આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણી લો આગાહી વિશે
Rain Alert: આગામી બે દિવસ સુધી આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણી લો આગાહી વિશે
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 2 દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ છે. ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે.
2/6

રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. બુધવાર અને ગુરૂવારે પણ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.
3/6

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે માવઠું વરસી શકે છે. પ્રતિ કલાક 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
4/6

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં હજુ બે દિવસ માવઠાનું અનુમાન છે. 27 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, મોરબી, અમરેલી, ભાવનગરમાં આજે વરસાદની આગાહી છે.
5/6

આ ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં આજે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે 14 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
6/6

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે. 14 મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે.
Published at : 13 May 2025 03:06 PM (IST)
આગળ જુઓ





















