શોધખોળ કરો
Election 2024: મત આપતા અગાઉ જરૂર તપાસો ઉમેદવારોના નામ, ઘરે બેઠા જુઓ આખી યાદી
Election 2024: આ વખતે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે, તમામ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારા માટે અનેક પ્રકારની માહિતી હોવી જરૂરી છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Election 2024: આ વખતે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે, તમામ રાજ્યોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારા માટે અનેક પ્રકારની માહિતી હોવી જરૂરી છે. આ વખતે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે.
2/6

મતદાન કરતા પહેલા ઘણા લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે. કેટલાંક લોકોને એ પણ ખબર નથી કે કયા ઉમેદવારો મેદાનમાં છે.
3/6

જો તમારી પાસે પણ ઉમેદવારો વિશે માહિતી નથી, તો મતદાન કરતા પહેલા ચોક્કસથી તેને તપાસો, કારણ કે તમારે જાણવું જોઈએ કે તમે કયા ઉમેદવારને મત આપી રહ્યા છો.
4/6

ઉમેદવારોની યાદી તપાસવા માટે તમારે affidavit.eci.gov.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અહીં તમે સંપૂર્ણ યાદી જોઇ શકશો.
5/6

તમારે તમારો લોકસભા મતવિસ્તાર પસંદ કરવો પડશે. ત્યારપછી તમે એવા તમામ ઉમેદવારોના નામ જોશો જેમનું ચૂંટણી ચિન્હ EVM પર હશે.
6/6

જો તમે મતદાર યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હોવ તો તમે તેને ઘરે બેઠા ચકાસી શકો છો. આ માટે તમારે electoralsearch.eci.gov.in પર જવું પડશે.
Published at : 29 Apr 2024 07:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
ઓટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
