શોધખોળ કરો
ક્યાંક છોતરા કાઢી નાખે એવી ગરમી તો ક્યાંક ધોધમાર વરસાદ પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: ઉત્તર ભારતમાં લોકો હાલ આકરી ગરમીથી પરેશાન છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોના લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે. લોકોની તબિયત લથડવા લાગી છે.
ભારતના અનેક વિસ્તારમાં હીટવેવની આગાહી
1/6

20 જૂને પૂર્વ મધ્ય પ્રદેશ, તમિલનાડુ, મિઝોરમ અને ત્રિપુરા, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, આસામ અને મેઘાલયમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ 21 જૂને તમિલનાડુ, પૂર્વોત્તર રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, ઝારખંડ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે. બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં 22 જૂને પણ વરસાદ ચાલુ રહી શકે છે.
2/6

બીજી તરફ, હીટવેવ વિશે વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હીટવેવ 20 જૂન સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ પછી આ રાજ્યોને હીટવેવથી રાહત મળી શકે છે.
Published at : 20 Jun 2023 06:30 AM (IST)
આગળ જુઓ





















