Health Tips: અનિયમિત આહાર શૈલી અને અપૂરતી ઊંઘના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઇ શકે છે. આપ આ ઘરેલુ નુસખાને અપનાવીને ગેસ્ટ્રીકની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
2/6
ગેસ એસિડીટિની સમસ્યાને કાબૂ કરવા માટે હિંગના પ્રયોગ કારગર છે. એક ગ્લાસ ગરમ પાણીમાં હિંગ મિક્સ કરીને પીવાથી એસિડિટીની સમસ્યા રાહત મળી શકે છે.
3/6
મરી પણ ગેસની સમસ્યામાં કારગર છે. મરીની ચા ગેસની સમસ્યા માટે રામબાણ ઇલાજ છે.
4/6
લસણના સેવનથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે. ગેસની સમસ્યા માટે 2થી3 કાચા લસણની કળીનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
5/6
જીરૂ પણ ગેસની સમસ્યામાં ઓષધનું કામ કરે છે. જીરાને દહીં, સૂપ, મરી, સિધાલૂ સાથે પાણી્માં મિક્સ કરીને પી શકાય છે. જીરાનું પાણી ગેસની સમસ્યાને દૂર કરે છે.
6/6
તજ પણ આપની ગેસની સમસ્યાને દૂર કરી શકે છે. પાણીમાં તજ નાખીને તેને ગરમ કરીને આ પાણીનું સેવન કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.