કોરોનાની મહામારીમાં બદલતા મૌસમ સાથે બાળકોમાં ફ્લૂ થઇ જવાની શક્યતા રહે છે. ફ્લૂ અને કોવિડના લક્ષણો લગભગ સમાન હોવાથી મહામારીમાં ફ્લૂની વેક્સિન બાળકો માટે જરૂરી છે. એક્સ્પર્ટના મત મુજબ તેનાથી સંભવિત સંકટ ટાળવામાં મદદ મળશે.
2/5
ઇન્ફ્લૂએન્ઝા એક શ્વસન વાયરલ સંક્રમણ છે. તેના લક્ષણ કોરોના વાયરસના સંક્રમણ સમાન છે. તેમના સામાન્ય લક્ષણો ખાંસી., શરદી,તાવ, બોડી પેઇન સામેલ છે. તેથી એક્સપર્ટ ચોમાસા પહેલા બાળકોને ફ્લૂની વેક્સિન આપવી જોઇએ. ફ્લૂની વેક્સિન 6 મહિના કે તેથી મોટી ઉંમરના દરેક બાળકોને આપવી જોઇએ.
3/5
ફ્લૂથી ન્યૂમોનિયા અને બ્રોકાઇટિસ થઇ શકે છે. ન્યુમોનિયા ફેફસાંને સંક્રમિત કરે છે અને બ્રોકાઇટિસ ફેફસામાં વાયુ લઇ જતી નળીઓ સંક્રમિત થાય છે. તેથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ફ્લૂની વેક્સિન લેવાથી આ બીમારીનું જોખમ ખૂબ જ ખતમ થઇ જાય છે
4/5
ઇન્ફ્લૂએન્ઝા અને કોવિડનું સંક્રમણ વધુ બાળકોમમાં જોલા મળી રહ્યું છે. કોવિડની મહામારીમાં ન્યુમોનિયાના જોખમ અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચવા માટે બાળકોને ફ્લૂની રસી આપવી જરૂરી છે. આ રસી બાદ બાળકમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે. તેમાં ઇન્જેકશની જગ્યાએ દુખાવો અને તાવ જેવા લક્ષણો જોવો મળે છે.
5/5
તબીબોના મત મુજબ મહામારીમાં સંક્રામક બીમારીથી બાળકોને બચાવવા માટે ફ્લૂની વેક્સિન આપવી એક સુરક્ષાત્મક હથિયાર છે. તેથી બાળકોને ફ્લૂથી બચાવવા માટે આ રસી આપવી અનિવાર્ય છે.