શોધખોળ કરો
Mumbai Attack 26/11: મુંબઇ હુમલાની 15મી વરસી આજે, સીએમ શિન્દે અને રાજ્યપાલ બૈસે શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો....
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Mumbai Terror Attack: મુંબઇમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 15 વર્ષ થયા છે, આજે 15મી વરસી છે, મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે. અહીં જુઓ તેમની તસવીરો....
2/7

મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 15મી વરસી પર પોલીસ કમિશનરની ઓફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
3/7

26/11/2008 ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને સૈનિકોની યાદમાં મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસ પરિસરમાં બનેલા પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સલામી આપવામાં આવી હતી.
4/7

મુખ્યમંત્રીએ કહ્યું, આ પ્રસંગે અમે આ હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજનોને મળ્યા અને તેમને ખાતરી આપી કે અમે હંમેશા તેમની સાથે છીએ.
5/7

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે મુંબઈ પરના આતંકવાદી હુમલાને 15 વર્ષ થઈ ગયા છે અને આ હુમલાથી મુંબઈ પોલીસ દળને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી.
6/7

આ પ્રસંગે રાજ્યપાલ રમેશ બૈસ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકર, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, પોલીસ મહાનિર્દેશક રજનીશ શેઠ અને મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર હાજર હતા.
7/7

તમામ નેતાઓએ આ શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
Published at : 26 Nov 2023 12:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
