દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર બાળકનું અપહરણ થતો વીડિયો સ્ક્રિપ્ટેડ છે
આ વીડિયોમાં દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર એક નાના બાળકનું અપહરણ થતું બતાવવામાં આવ્યું હતું.

CLAIM
આ વીડિયોમાં દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર એક નાના બાળકનું અપહરણ થતું બતાવવામાં આવ્યું હતું.
FACT CHECK
BOOM ને જાણવા મળ્યું કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ હતો. તે રાજ ઠાકુર નામના કન્ટેન્ટ ક્રિએટર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર એક બાળકના અપહરણનો એક સ્ક્રિપ્ટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
BOOM ને જાણવા મળ્યું કે આ સ્ક્રિપ્ટેડ વીડિયો રાજ ઠાકુર નામના એક યુટ્યુબર અને વિડિયો કન્ટેન્ટ ક્રિએટરે બનાવ્યો છે. રાજ ઠાકુરની યુટ્યુબ ચેનલ પર આવા ઘણા બીજા સ્ક્રિપ્ટેડ વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે.
વાયરલ વીડિયોમાં ઉપર એક ટેક્સ્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે, 'ધોળા દિવસે રાજીવ ચોક મેટ્રોમાંથી બાળકની ચોરી.'
ફેસબુક પર એક યુઝરે આ વીડિયો શેર કરતી વખતે લખ્યું, 'સાવધાન રહો, જ્યારે પણ તમે નાના બાળકો સાથે મુસાફરી કરો છો અથવા બજારમાં જાઓ છો ત્યારે તમારા નાના બાળકોનું ધ્યાન રાખો.'
ઘણા અન્ય યુઝર્સે પણ આ વીડિયો શેર કર્યો છે.
ફેક્ટ ચેક
વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે
BOOM એ દાવાની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વીડિયો રાજ ઠાકુર નામના વિડીયો કન્ટેન્ટ ક્રિએટર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
જ્યારે અમે ગુગલ લેન્સનો ઉપયોગ કરીને વાયરલ વીડિયોની કી ફ્રેમ સર્ચ કરી ત્યારે અમને એક ફેસબુક યુઝરની પોસ્ટ મળી હતી. પોસ્ટમાં, યુઝરે કહ્યું કે આ વાસ્તવિક ઘટનાનો વીડિયો નથી. તેને રાજ ઠાકુર નામના ક્રિએટરે લોકોને જાગૃત કરવાના હેતુથી બનાવ્યો છે.
આમાંથી એક સંકેત લઈને અને સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે આ વીડિયો રાજ ઠાકુર નામની એક (આર્કાઇવ લિંક) યુટ્યુબ ચેનલ પર 23 માર્ચ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોના વિવરણમાં એક ડિસ્ક્લેમર લખેલું છે. તેમાં લખ્યું હતું કે, 'આ વીડિયો વાસ્તવિક નથી.' આ વીડિયો સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ છે, વાસ્તવિક નથી, તમામ કન્ટેન્ટ ફક્ત મનોરંજન અને જાગૃતિના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે. (મૂળ લખાણ: This Video Is Totally Scripted Not Real All Content Just For Entertainment Purpose And Awareness Not Hate Speech.)
રાજ ઠાકુરની યુટ્યુબ ચેનલ પર આવા ઘણા વીડિયો છે. ચેનલ પર શેર કરાયેલા આ વીડિયોમાં એક ખાસ પેટર્ન અનુસરવામાં આવી છે, જેમ કે બધા વીડિયો સીસીટીવી ફૂટેજ જેવા દેખાય છે. લગભગ બધા જ વીડિયોમાં સર્કિલ અને તીરનું નિશાન લગાવીને ઘટનાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વીડિયોની ટોચ પર એક કેપ્શન આપીને પણ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ વીડિયો રાજ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં તે પોતાને એક વિડિઓ ક્રિએટર અને યુટ્યુબર તરીકે વર્ણવે છે.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક BOOMએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
