શોધખોળ કરો
PM Modi Oath Ceremony: કંગના રનૌતથી લઇને શાહરૂખ ખાન સુધી, PM મોદીના શપથ સમારોહમાં પહોંચ્યા આ દિગ્ગજ સ્ટાર્સ
PM Modi Oath Ceremony Delhi: નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાહરૂખ ખાન, અક્ષય કુમારથી લઈને કંગના રનૌત જેવા ઘણા સ્ટાર્સે શપથ સમારોહમાં ભાગ લીધો હતો
1/8

PM Modi Oath Ceremony Delhi: નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમારથી લઈને કંગના રનૌત અને રજનીકાંત જેવા ઘણા સ્ટાર્સે પીએમ મોદીની શપથ સમારોહમાં ભાગ લીધો હતો. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
2/8

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર ફોર્મલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે ગુલાબી રંગનો શર્ટ પહેર્યો હતો. તે ફંક્શનમાં શાહરૂખ ખાનને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
3/8

ઈવેન્ટમાં શાહરૂખ ખાન બ્લેક લુકમાં પહોંચ્યો હતો. અભિનેતાએ બ્લેક સૂટ પહેર્યો હતો.
4/8

આ કાર્યક્રમમાં બોલિવૂડ ક્વીન અને બીજેપી સાંસદ કંગના રનૌત પણ હાજર રહી હતી. આ સમય દરમિયાન, તે હેવી નેકલેસ સાથે સફેદ સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની સાથે અભિનેતા અનુપમ ખેર પણ જોવા મળ્યા હતા.
5/8

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર રહ્યા હતા.
6/8

વિક્રાંત મેસી સાથે ફિલ્મમેકર રાજકુમાર હિરાણી પણ જોવા મળ્યા હતા.
7/8

સ્ટાર્સ ઉપરાંત મુકેશ અંબાણી પણ તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે આ ફંક્શનમાં પહોંચ્યા હતા.
8/8

પીએમ મોદીને અભિનંદન આપવા માટે સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Published at : 09 Jun 2024 11:10 PM (IST)
આગળ જુઓ
Advertisement