દિલ્હીથી ગુજરાત તરફ આવતી એક કારમાંથી રાજસ્થાન પોલીસે આશરે 4.5 કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી પાડી છે. બે શખ્સો દિલ્હીની નંબરપ્લેટવાળી કારને લઈ ગુજરાત તરફ આવી રહ્યા હતા. કોઈને અંદાજો પણ હશે નહીં કે, તેઓ આ કારમાં કેટલા કરોડ રૂપિયા લઈને જઈ રહ્યા છે. આમ તો આ બંને શખ્સને ગુજરાતમાં આવવાનું હતું. પરંતુ દિલ્હીથી ગુજરાત વચ્ચે રાજસ્થાન પોલીસે જ પર્દાફાશ કરી નાખ્યો છે. ડીએસપી મનોજ સવારિયાંના કહેવા પ્રમાણે હાલ રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે. પ્રાથમિક વિગતો પ્રમાણે આ કેસ હવાલા સાથે સંકળાયેલો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. જો કે, પોલીસ હજુ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને ધરપકડ બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
2/4
દિલ્હીની નંબર પ્લેટવાળી ગાડી જ્યારે રાજસ્થાનની રતનપુર ચોકી પર પહોંચી તો, પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. રાજસ્થાન પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવરની પૂછપરછમાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તેમની ગાડીના આગળના ભાગને જોઈને શંકા ગઇ હતી. પોલીસે તેમને નીચે ઉતારી ગાડીની તપાસ કરી હતી. થોડીવારની તપાસમાં જે જોવા મળ્યું તે જોઈને હાજર તમામ પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. ગાડીના ગિયર બોક્સ પાસે એક ચોરખાનાની જગ્યા બનાવી તેમાં 500 રૂપિયોના બંડલોના થપ્પા છૂપાવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા તેમને રોકડ રૂપિયા તો મળી ગયા. પરંતુ એક પછી એક પોલીસ 500 રૂપિયાની નોટોના બંડલ કાઢતી કાઢતી થાકી ગઈ હતી. આશરે 4.5 કરોડ રૂપિયા રોકડા તો તમામ પોલીસે પહેલી વખત જોયા હશે. અને બાદમાં તેની ગણતરી કરવા માટે મશિન પણ લાવવા પડ્યા હતા. જે બાદ કુલ રકમ કેટલી છે. તે ખબર પડી હતી.
3/4
ઉલ્લેખનીય છે કે બિછીવાડા પોલીસ સ્ટેશન ગુજરાતના હિંમતનગર બોર્ડર રસ્તા પર આવેલ છે. નેશનલ હાઇવે અહીંથી પસાર થાય છે. હંમેશા અહીં તસ્કરી અને બે નંબરી કાળાબજારી માલ અહીંથી નીકળે છે અને બિછીવાડા પોલીસ સ્ટેશન કાર્યવાહીને અંજામ આપે છે.
4/4
આમ તો આ રૂપિયા ગુજરાતમાં આવવાના હતા. પરંતુ વચ્ચે રાજસ્થાનની જાણીતી રતનપુર ચોકીઓના પોલીસકર્મીઓની સઘન ચેકિંગમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહત્વનું છે કે, રતનપુર પોલીસ ચોકીએ ગુજરાત આવતા મોટાભાગના વાહનોનું ચેકિંગ થતું જ હોય છે.