21 જૂનના રોજ સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલાં સ્થળોએ યોગા કરવામાં આવ્યા.. આજે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં કેટલીક મહિલાઓએ એકવા યોગ કર્યા હતા.
2/5
એક્વા યોગ એ ખાસ તો યોગ થેરપીના ભાગરૂપે કરવામાં આવે છે. જે લોકો ઈજાઓને લીધે કે અન્ય બીમારીઓને કારણે જમીન પર યોગ નથી કરી શકતા, તેમને માટે પાણીમાં યોગ એક વિકલ્પ છે.
3/5
આ રીતે યોગ કરવાથી થાક અને કંટાળો પાણીમાં જતાં જ દૂર થાય છે. તમારું શરીર હવે હળવું બની જાય છે. એ સાંધાઓની, ખાસ કરીને ઢીંચણ, ખભા, બાહુઓ(આર્મ્સ)ની ફ્લેક્સિબિલિટી સુધારે છે કેમ કે તેમની પર પ્રેશર આવતું નથી.
4/5
આ યોગ શરીરમાંથી સ્ટ્રેસ,થાક અને ટેન્શન દૂર કરે છે. પાણીમાં લાંબો સમય રહેવાથી મસલ્સ રિલેક્સ થવાથી ઊંઘમાં સુધારો થાય છે.
5/5
એક વાર યોગ થઈ જાય પછી પાણીમાંથી બહાર આવીને રેસ્ટ કરવો જોઈએ