શોધખોળ કરો
ઉપલેટા તાલુકામાં ફાટ્યુ આભ, ધોધમાર વરસાદથી છ ગામો બેટમાં ફેરવાયા
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટા તાલુકામાં આભ ફાટ્યું હતું.

ફોટોઃ ABP asmita
1/8

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટા તાલુકામાં આભ ફાટ્યું હતું. બે કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ પેદા થઇ હતી.
2/8

ઉપલેટા તાલુકાના છ ગામો બેટમાં ફેરવાયા હતા.ઉપલેટાના લાઠ, સમઢીયાળા, કુંડેચ, તલગણા, ભીમોરા, મજેઠી, કાથરોટા મોટી પાનેલી બેટમાં ફેરવાયા હતા.
3/8

ઉપલેટાના તલગણામાં ત્રણ કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તલગણામાં અનેક સોસાયટી,મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. તલગણાની તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
4/8

ધોધમાર વરસાદથી ઉપલેટાનું મોટી પાનેલી જળબંબાકાર થયું છે. પાંચ ઈંચ વરસાદથી મોટી પાનેલી જળમગ્ન થયું છે. મોટી પાનેલીમાં રોડ-રસ્તાઓ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
5/8

ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આઠ ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
6/8

લાઠ ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. લાઠ ગામની દુકાનો,ઘરમાં પાણી ભરાયા હતા. ભાદર કાંઠાના ગામોમાં જળબંબાકાર થયા હતા. SDRFની ટીમને મોકલવાની ધારાસભ્યએ વિનંતી કરી હતી. પ્રશાસન એલર્ટ હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો. ઉપલેટા તાલુકાના અનેક ખેતરોમાં પાક ધોવાયો હતો. તલગણા અને લાઠ ગામનો સંપર્ક તૂટ્યો છે.
7/8

રાજકોટના ધોરાજી, ઉપલેટા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ધોરાજીના ભાદાજાળીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી લાઠ ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક નદીઓમાંનું જળસ્તર વધ્યુ છે.
8/8

રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી હતી.
Published at : 22 Jul 2024 11:47 AM (IST)
આગળ જુઓ
Advertisement